વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની MICROSOFT ને જૈવિક કચરામાં રસ પડ્યો
- ટેક જાયન્ટ કંપની દ્વારા કરવામાં આવેલ કરાર ભારે ચર્ચામાં
- માનવ મળ સહિત જૈવિક કચરો ખરીદશે, તેની સ્લરીને ઇન્જેક્ટ કરશે
- ભવિષ્યની માંગને ધ્યાને રાખીને કંપનીઓ મહત્વનું પગલું ભર્યું હોવાની ચર્ચા
MICROSOFT : સોફ્ટવેર બનાવતી ટેક કંપની માઇક્રોસોફ્ટ (SOFTWARE COMPANY MICROSOFT) હાલના દિવસોમાં એક રસપ્રદ કારણસર ભારે ચર્ચામાં આવી છે. તાજેતરમાં કંપનીએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ તે માનવ મળમૂત્ર ખરીદવા જઈ રહી છે. માહિતી અનુસાર માઈક્રોસોફ્ટ આ કરાર હેઠળ લગભગ 49 લાખ મેટ્રિક ટન ઓર્ગેનિક કચરો ખરીદશે. આ કચરામાં માનવ મળમૂત્ર તેમજ અન્ય પ્રકારના જૈવિક કચરોનો સમાવેશ થશે.
મોટી સિરીંજનો ઉપયોગ કરીને ભૂગર્ભમાં નાખવાની યોજના
માઇક્રોસોફ્ટે વોલ્ટેડ ડીપ નામની કંપની સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ૧૨ વર્ષના સમયગાળા માટે હશે અને ૨૦૨૬ માં શરૂ થશે. કંપની ઓર્ગેનિક કચરાનું મિશ્રણ એટલે કે 'બાયોસેલરી' એકત્ર કરે છે અને તેને જમીનની સપાટી નીચે ઊંડાણમાં ઇન્જેક્ટ કરે છે, જેનાથી પર્યાવરણમાંથી કચરો દૂર કરવામાં મદદ મળે છે. હવે માઈક્રોસોફ્ટ આ કંપની પાસેથી 49 લાખ મેટ્રિક ટન કચરો ખરીદી રહી છે, જેને કંપની મોટી સિરીંજનો ઉપયોગ કરીને ભૂગર્ભમાં નાખવાની યોજના ધરાવે છે.
માઈક્રોસોફ્ટ માનવ મળ કેમ ખરીદી રહ્યું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, માઇક્રોસોફ્ટ કાર્બન ક્રેડિટ એકત્રિત કરવા માટે આ બધું કરી રહ્યું છે. આ કચરો ખરીદવા માટે કંપની અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. કંપનીનો કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ મોટો છે. આવી સ્થિતિમાં, કંપની પર્યાવરણ માટે કામ કરતી આ કંપની સાથે હાથ મિલાવીને તેના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કચરો ખરીદવા અને તેને પર્યાવરણમાંથી દૂર કરવાના બદલામાં, માઇક્રોસોફ્ટને દરેક ટન કચરા માટે એક કાર્બન ક્રેડિટ મળશે.
આ પણ વાંચો ---- GOOGLE PHOTOS એક સમયે બોરીંગ લાગતો વિકલ્પ હવે બનશે AI નો પ્રવેશદ્વાર