Dwarka: 'દાદાના બુલ્ડોઝર'ને લઇ કેટલાક અસામાજિક તત્વોની ગંદી હરકત
- કેટલાક અસામાજિક તત્વો હવે આ મુદ્દે ધમકી આપી રહ્યા છે
- સોશિયલ મીડિયા X પર કેટલાક તત્વો ધમકી આપી
- અમે દ્વારકાના લોકો યાદ રાખીશું કે તમે શું કરી રહ્યા છો!
Dwarka: 'દાદાના બુલ્ડોઝર'ને લઇ કેટલાક અસામાજિક તત્વોની ગંદી હરકત સામે આવી છે. જેમાં કેટલાક અસામાજિક તત્વો હવે આ મુદ્દે ધમકી આપી રહ્યા છે. તેમાં સોશિયલ મીડિયા X પર કેટલાક તત્વો ધમકી આપી કહી રહ્યાં છે કે અમે દ્વારકાના લોકો યાદ રાખીશું કે તમે શું કરી રહ્યા છો! અમારા બાળકો માટે તમે શું કરી રહ્યા છો તે અમે યાદ રાખીશું. બે દિવસથી બેટદ્વારકામાં ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
હાલ પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને 1 હજાર પોલીસ જવાન ખડેપગે
અસામાજિક તત્વો આ સ્થળો પર ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહ્યા હતા. જેમાં હવે 'દાદા' સરકારે આવા ગેરકાયદે સ્થળોને જમીનદોસ્ત કરી દીધા છે. તેમજ બોર્ડર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસોમાં પિરોટન ટાપુ પર બનેલા ગેરકાયદે દબાણો પણ દૂર થશે. યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીન પરનાં ગેરકાયદેસરનાં બાંધકામ સામે મેગા ડિમોલિશનની (Mega Demolition Operation) કામગીરી ચાલી રહી છે. આજે આ કાર્યવાહીનો બીજો દિવસ છે. મહિતી અનુસાર, બેટ દ્વારકામાં બીજા દિવસે 15 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. બે દિવસમાં અત્યાર સુધી 80 જેટલા દબાણ દૂર કરાયા છે. અંદાજે રૂ. 9.50 કરોડની સરકારી જમીન પરનું દબાણ દૂર કરી 16,500 સ્કેવર મીટર જમીન ખાલી કરવામાં આવી છે. હાલ પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને 1 હજાર પોલીસ જવાન ખડેપગે છે.
બે દિવસમાં કુલ 80 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ ધ્વસ્ત
બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીન પર ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રે લાલ આંખ કરી છે. ગઈકાલે બાલાપરમાં (Balapar) ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલ પણ ચાલી રહી છે. માહિતી અનુસાર, આજે વધુ 15 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ તોડી પડાયા છે. જ્યારે બે દિવસમાં અત્યાર સુધી બેટ દ્વારકામાં કુલ 80 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ ધ્વસ્ત કરાયા છે. આમ, કુલ 16,500 સ્કેવર મીટર સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે. જેની કિંમત અંદાજે રૂ. 9.50 કરોડ જેટલી થાય છે. મેગા ડિમોલિશનની કામગીરીને લઈ 1 હજાર જેટલા પોલીસ જવાનો ખડેપગે છે.
અગાઉ દ્વારકામાં ત્રણ જગ્યાએ દબાણો દૂર કરાયા હતા
માહિતી અનુસાર, એક ધાર્મિક જગ્યાનાં બાંધકામ અંગે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. જ્યારે સરકારી અને ગૌચરની જમીન પરનાં દબાણો દૂર કરાશે. અગાઉ 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન યાત્રાધામ દ્વારકામાં (Dwarka) 3 જગ્યાઓ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ 3 જગ્યાઓ પર અને બેટ દ્વારકામાં કુલ 19,400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની અંદાજિત કિંમત રૂ.15.53 કરોડ થાય છે. આગમી દિવસોમાં વધુ કેટલાક સ્થળોએ બુલડોઝર ફેરવવાની તંત્રની તૈયારી છે.
આ પણ વાંચો: Ahmedabad: પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર, ઉત્તરાયણના દિવસની જાણો શું છે આગાહી