Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેટલાક લોકોને લાગે છે તેઓ હિંદુઓના નેતા બની જશે, મંદિર-મસ્જીદના વિવાદ પર બોલ્યા મોહન ભાગવત

RSS પ્રમુખ મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં કહ્યું કે, ભારતને સદ્ભાવનાનું મોડલ બનાવવું જોઇએ. તેમણે મંદિર મસ્જિદના હાલના વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરી
કેટલાક લોકોને લાગે છે તેઓ હિંદુઓના નેતા બની જશે  મંદિર મસ્જીદના વિવાદ પર બોલ્યા મોહન ભાગવત
Advertisement
  • મોહન ભાગવતનું એક તીર અનેક નિશાન
  • દેશમાં કાયદો અને વ્યવસ્થાનું રાજ હોવાનો ઉલ્લેખ
  • કોઇ હિંદુ અને મુસલમાન નથી તમામ લોકો ભારતીય

નવી દિલ્હી : RSS પ્રમુખ મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં કહ્યું કે, ભારતને સદ્ભાવનાનું મોડલ બનાવવું જોઇએ. તેમણે મંદિર મસ્જિદના હાલના વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, કેટલાક લોકો આ મુદ્દાઓ પર રાજનીતિક લાભ ઉઠાવીને પોતે હિંદુઓના નેતા સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાગવતે ભારતીય સમાજની બહુલતા પર જોર આપ્યું, તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાની જરૂર જણાવી હતી.

દેશમાં સદ્ભાવના માટે ભલામણ કરી

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દેશમાં સદ્ભાવનાની ભલામણ કરી અને મંદિર-મસ્જીદ અંગે શરૂ થયેલા નવા વિવાદો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે હાલના વિવાદો અંગે પોતાની વાત કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ એવા વિવાદો ઉઠાવીને કેટલાક લોકોને લાગે છે કે, તેઓ હિંદુઓના નેતા છે.

Advertisement

આ પણ વાંચો : બાબા સાહેબ આંબેડકરે કેમ આપ્યું હતું રાજીનામું? પોતે જ ગણાવ્યા હતા 4 કારણ

Advertisement

ઇન્ડિયા ધ વિશ્વગુરૂ ટોપિક પર બોલી રહ્યા હતા ભાગવત

એક લેક્ચર સિરીઝ સહજીવન વ્યાખ્યાનમાલામાં ઇન્ડિયા ધ વિશ્વગુરૂ ટોપિક પર બોલતા મોહન ભાગવતે સમાવેશી સમાજની ભલામણ કરી અને કહ્યું કે, વિશ્વને તે દેખાડવાની જરૂર છે કે, દેશ એક સાથે સદ્ભાવનાથી રહી શકે છે. ભારતીય સમાજની બહુલતાપ ર જોર આપતા મોહન ભાગવતે કહ્યું કે, ક્રિસમસ રામકૃષ્ણ મિશન મનાવવામાં આવે છે, તેમણે કહ્યું કે, માત્ર એક જ એવું કરી શકે છે કેમ કે આપણે હિંદુ છીએ.

ભારતને સદ્ભાવનાનું મોડલ બનાવવાની જરૂર

આરએસએસ ચીફે જણાવ્યું કે, અમે લાંબા સમયથી સદ્ભાવના સાથે રહીએ છીએ. જો આપણે વિશ્વને આ સદ્ભાવના આપવા માંગે છે, તો અમે તેનું એક મોડલ બનાવવાની જરૂર છે. રામ મંદિરના નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે, તેઓ નવી જગ્યાઓ પર આ જ પ્રકારના મુદ્દાઓને ઉઠાવીને હિંદુઓના નેતા બની શકે છે. તે સ્વિકાર્ય નથી.

આ પણ વાંચો : અતુલ સુભાષ અને નિકિતા સિંઘાનિયાનો પુત્ર ક્યાં છે? કોઇને નથી ખબર પરિવારે PM ને લખ્યો પત્ર

ભાગવતે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ એટલા માટે કર્યું કારણ કે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે. તેમણે કોઇ ખાસ સ્થાનનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું ક, દર દિવસ એક નવો મામલો ઉઠાવાઇ રહ્યો છે. તેની પરવાનગી કઇ રીતે આપી શકાય છે? આ ચાલી શકશે નહીં. ભારતને આ દેખાડવાની જરૂર છે કે અમે એક સાથ રહી શકે છે.

જ્યારે બહાદુર શાહે લગાવ્યો હતો ગૌહત્યા પર પ્રતિબંધ

હાલના દિવસોમાં જોવાયું કે, અનેક મસ્જિદોમાં મંદિર હોવાના દાવા સાથે કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે, જો કે આરએસએસ પ્રમુખે કોઇ ખાસ વિવાદનો ઉલ્લેખ નહોતો કર્યો. તેમણે કહ્યું કે, બાહરથી આવેલા કેટલાક સમુહ પોતાની સાથે કટ્ટરતા લઇને આવ્યા છે અને તેઓ ઇચ્છે છે કે તેનું જુનુ સંપુર્ણ શાસન પરત આવે.

આ પણ વાંચો : Sitapur : માનવતાના સંદેશ સાથે ધર્મ પરિવર્તન, ફખરુદ્દીનથી ફતેહ બહાદુર સિંહ સુધીની યાત્રા

ભારત સંવિધાન અનુસાર ચાલે છે

મોહન ભાગવતે કહ્યું કે, જો કે હવે દેશ સંવિધાન અનુસાર ચાલે છે. આ વ્યવસ્થામાં લોકો પોતાના પ્રતિનિધિઓની પસંદ કરે છે, જે સરકાર ચલાવે છે. આધિપત્યના દિવસો જતા રહ્યા. તેમણે કહ્યું કે, મુગલ બાદશાહ અને ઓરંગઝેબનું શાસન આ જ પ્રકારની દ્રઢતા માટે જાણીતું છે. જો કે તેમના વંશજ બહાદુર શાહ જફરે 1857 માં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

તેમણે કહ્યું કે, તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર હિંદુઓને આપવામાં આવવું જોઇએ, જો કે અંગ્રેજોને તેની ભનક લાગી ગઇ અને તેમણે બંન્ને સમુદાયો વચ્ચે દરાર પેદા કરી દીધી. ત્યારથી અલગાવવાદની આ ભાવના અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હશે 3 મુખ્યમંત્રી! સવારે 7 વાગ્યે પવાર, બપોરે 12 વાગ્યે ફડણવીસ, રાત્રે શિંદે

કોણ લઘુમતિ કોણ બહુમી આ તમામ સમાન

મોહન ભાગવતે કહ્યું કે જો તમામ લોકો પોતાની જાતને ભારતીય માને છે તો પ્રભુત્વની ભાષાનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે, કોણ લઘુમતી અને કોણ બહુમતી અહીં બધા જ એકસમાન છે. આ દેશની પરંપરા છે કે તમામ તમારી પુજા પદ્ધતીનું પાલન કરી શકો છો. માત્ર સદ્ભાવનાથી રહે અને નિયમો અને કાયદાઓનું પાલન કરે.

આ પણ વાંચો : લવ જેહાદ! 20 કરોડ રૂપિયા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભપાત કરાવ્યો

Tags :
Advertisement

.

×