Somnath Swabhiman Parv : PM મોદી બાદ CM ભૂપેન્દ્રભાઈ પટેલની સોમનાથ મંદિરને લઈ ખાસ પોસ્ટ, કરી આ જાહેરાત!
- Somnath મહાદેવ મંદિરને લઈને CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ પોસ્ટ
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પોસ્ટ
- મુખ્યમંત્રીએ લખ્યું, સોમનાથ મંદિરનાં વિધ્વંસની આ કહાની નથી
- "1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે"
- "ભારત માતાનાં કરોડો સંતાનોનાં સ્વાભિમાનની કહાની છે"
- "અસત્ય સામે નહીં ઝુકનારા ભારતના સ્વમાનની અમર ગાથા"
- પીએમ મોદી 10 તારીખે સોમનાથ જશે, 11 મીએ પૂજા-અર્ચના કરશે
Somnath Temple : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ટ્વિટ કરી ખાસ પોસ્ટ કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું કે, 'સોમનાથ મંદિરનાં વિધ્વંસની આ કહાની નથી, 1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે. ભારત માતાનાં કરોડો સંતાનોનાં સ્વાભિમાનની કહાની છે. અસત્ય સામે નહીં ઝુકનારા ભારતના સ્વમાનની અમર ગાથા છે.' વડાપ્રધાન મોદીએ (PM Narendrabhai Modi) પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં ભાવનાત્મક લેખ લખ્યો છે. પીએમ મોદી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.
સોમનાથ મહાદેવ મંદિરને લઈને CM ભૂપેન્દ્રભાઈની પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂપેન્દ્રભાઈએ કરી પોસ્ટ
CMએ લખ્યુંઃ સોમનાથ મંદિરના વિધ્વંસની આ કહાની નથી
"1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે"
"ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાનની કહાની છે"
"અસત્ય સામે નહીં ઝુકનારા… pic.twitter.com/FBKDaCQDZo— Gujarat First (@GujaratFirst) January 5, 2026
1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
સોમનાથ મહાદેવ મંદિરને (Somnath Mahadev Temple) લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખાસ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી મુખ્યમંત્રીએ લખ્યું કે, આ કહાની સોમનાથ મંદિરનાં વિધ્વંસની નથી, 'આ 1000 વર્ષથી ચાલી આવતી સ્વાભિમાનની આ કહાની છે. ભારત માતાનાં કરોડો સંતાનોનાં સ્વાભિમાનની કહાની છે. અસત્ય સામે નહીં ઝુકનારા ભારતના સ્વમાનની અમર ગાથા છે.'
'PM મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઊજવાશે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ લખ્યું કે, 'PM મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઊજવાશે. સનાતન ચેતના, આસ્થા અને રાષ્ટ્રીય ગૌરવનો ઉત્સવ ઊજવાશે. 8 થી 11 જાન્યુઆરી સુધી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઊજવાશે. વૈભવને પ્રતિષ્ઠિત કરવા માટે ઐતિહાસિક સંકલ્પનો અવસર છે.'
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ
હુમલાના 1 હજાર વર્ષ પૂર્ણ થતા PM મોદીનો ભાવનાત્મક લેખ
PM મોદીએ X પર પોસ્ટ કર્યો ભાવનાત્મક લેખ
"વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ"
સોમનાથ ભારત માતાના સ્વાભિમાનની ગાથાઃ PM મોદી
"ભારત માતાના વીર સંતાનોના અદમ્ય… pic.twitter.com/g45e8NE9Sg— Gujarat First (@GujaratFirst) January 5, 2026
Somnath Temple પર હુમલાના 1 હજાર વર્ષ પૂર્ણ થતા PM મોદીનો ભાવનાત્મક લેખ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (Somnath Mahadev Temple) પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendrabhai Modi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં ભાવનાત્મક લેખ લખ્યો છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, 'વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે. સોમનાથ ભારત માતાનાં સ્વાભિમાનની ગાથા છે, ભારત માતાનાં વીર સંતાનોનાં અદમ્ય સાહસની ગાથા છે. ' PM મોદીએ લખ્યું કે, ' વર્ષ 2026 નું વર્ષ સોમનાથ મંદિર માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સોમનાથ પર પહેલા હુમલાના 1 હજાર વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1026 માં ગજનીએ આ મંદિર પર મોટું આક્રમણ કર્યુ હતું. આ આક્રમણ આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવા કરાયું હતુ. સોમનાથ હુમલો માનવ ઈતિહાસની સૌથી મોટી ત્રાસદીમાં સામેલ છે.'
जय सोमनाथ!
वर्ष 2026 में आस्था की हमारी तीर्थस्थली सोमनाथ ज्योतिर्लिंग पर हुए पहले आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं। बार-बार हुए हमलों के बावजूद हमारा सोमनाथ मंदिर आज भी अडिग खड़ा है! सोमनाथ दरअसल भारत माता की उन करोड़ों वीर संतानों के स्वाभिमान और अदम्य साहस की गाथा है,…
— Narendra Modi (@narendramodi) January 5, 2026
આ પણ વાંચો - Somnath Temple પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ : વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા- PM Modi
વડાપ્રધાન મોદીએ આગળ લખ્યું કે, 'આક્રમણો બાદ પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભુ છે. સોમનાથ મંદિરનું વર્તમાન સ્વરૂપ વર્ષ 1951 માં આકાર લઈ શક્યું. સંયોગથી વર્ષ 2026 માં સોમનાથ મંદિરનાં પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા છે. આનુ પુનઃનિર્માણ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ( Former President Rajendra Prasad) હાજરીમાં થયું હતું. ત્યારે ઐતિહાસિક સમારોહ હતો, જ્યારે મંદિરનાં દ્વાર દર્શન માટે ખોલાયા હતા. '
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ મોટા સમાચાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે સોમનાથ જશે
11 તારીખે PM મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે
11 તારીખે બપોરે રાજકોટમાં રીજનલ વાઈબ્રન્ટ સમિટ ખુલ્લું મૂકશે
રાજકોટ શહેરમાં રોડ શો નહીં યોજે વડાપ્રધાન મોદી
સુરક્ષાના… pic.twitter.com/vjf0tZONnA— Gujarat First (@GujaratFirst) January 5, 2026
PM મોદી સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવશે, 10 તારીખે સોમનાથ જશે
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સૌરાષ્ટ્ર પ્રવાસ આવવાના છે. દરમિયાન, પીએમ મોદી 10 તારીખે સોમનાથ જશે. 11 તારીખે PM મોદી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. 11 તારીખે બપોરે રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ (Rajkot Regional Vibrant Summit) ખુલ્લું મૂકશે. જો કે, વડાપ્રધાન મોદી રાજકોટ શહેરમાં રોડ શો નહીં યોજે એવી માહિતી છે.
આ પણ વાંચો - Gujarat Visit PM Modi: રાજકોટમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ ઇવેન્ટ, ડે. સીએમ હર્ષભાઇ સંઘવીએ આપી સમગ્ર માહિતી


