Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય ડ્રોન શો નિહાળ્યો

Somnath મંદિરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 3000 ડ્રોન દ્વારા ભવ્ય લાઈટ શો યોજાયો. આકાશમાં ત્રિશૂળ, સરદાર પટેલ અને વીર હમીરજીની આકૃતિઓ સર્જાતા શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા હતા. ડ્રોન શો બાદ દરિયાકિનારે અદભૂત આતશબાજી થઈ હતી. વડાપ્રધાને દર્શન, ઓમકાર જાપ અને ઋષિકુમારો સાથે મુલાકાત કરી ધાર્મિક ઉલ્લાસમાં ભાગ લીધો હતો.
somnath swabhiman parv  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય ડ્રોન શો નિહાળ્યો
Advertisement
  • Somnath Swabhiman Parv: વડાપ્રધાનની હાજરીમાં 3000 ડ્રોન દ્વારા ભવ્ય શો યોજાયો
  • આકાશમાં ત્રિશૂળ, 'ૐ' અને રાષ્ટ્રીય નેતાઓની અદભૂત આકૃતિઓ કંડારાઈ
  • વડાપ્રધાને સોમનાથ મહાદેવના દર્શન કરી ઓમકાર જાપમાં ભાગ લીધો
  • હજારો યાત્રિકો આ ભવ્ય નજારો નિહાળીને મંત્રમુગ્ધ થયા

Somnath Swabhiman Parv: સોમનાથના દરિયાકિનારે બિરાજતા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અભૂતપૂર્વ અને યાદગાર નજારો જોવા મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર (Somnath Temple) ના પટાંગણમાં આયોજિત ભવ્ય ડ્રોન શો અને આતશબાજીએ ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સમુદ્રનું આકાશ જાણે ભક્તિ અને ટેકનોલોજીના સમન્વયથી ઝળહળી ઉઠ્યું હતું.

ભવ્ય ડ્રોન શો અને આતશબાજીની ઝલક

કાર્યક્રમની મુખ્ય વિશેષતા 3000 અત્યાધુનિક ડ્રોન દ્વારા કરવામાં આવેલો લાઈટ શો હતો. આટલી મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરીને આકાશમાં ભગવાન શિવ અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવિધ પ્રતીકોની આકૃતિઓ કંડારવામાં આવી હતી. આકાશમાં જ્યારે ‘ૐ’, શિવજીનું ત્રિશૂળ, અને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સર્જાઈ ત્યારે હજારો લોકોએ ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગજવી દીધું હતું.

Advertisement

Advertisement

આબેહૂબ રીતે આકાશમાં આકૃતિઓ રજૂ કરાઈ

માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિના રંગો પણ આકાશમાં રેલાયા હતા. ડ્રોન દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કર, વીર યોદ્ધા હમીરજી ગોહિલ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આકૃતિઓ આબેહૂબ રીતે આકાશમાં રજૂ કરવામાં આવી હતી. ડ્રોન શોના અંતે સોમનાથના દરિયાકાંઠે પ્રથમ વખત અત્યંત ભવ્ય આતશબાજી યોજાઈ હતી, જેના કારણે અરબી સમુદ્રનું આકાશ રંગબેરંગી રોશનીથી ન્હાઈ ઉઠ્યું હતું. વડાપ્રધાનના આ પ્રવાસમાં ધાર્મિક આસ્થા અને વહીવટી કાર્યદક્ષતાનો સંગમ જોવા મળ્યો હતો.

આગમન અને બેઠક:

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પહોંચ્યા બાદ રોડ શો યોજાયો હતો. જે બાદ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે ગયા હતા. ત્યાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ મંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

દેવાધિદેવના દર્શન કર્યા અને ઓમકાર જાપમાં ભાગ લીધો

બેઠક બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવના પૂજન-અર્ચન અને દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાને વિશેષ ‘ઓમકાર જાપ’માં ભાગ લીધો હતો, જે વાતાવરણમાં એક દિવ્ય ઉર્જા ભરી દેતું હતું.

ઋષિકુમારો સાથે સંવાદ

પૂજા બાદ તેમણે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સંવાદ સાધ્યો હતો. મંદિરના પટાંગણમાં બેસીને 3000 ડ્રોન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો ભવ્ય શો નિહાળ્યો હતો.

Tags :
Advertisement

.

×