Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IndiGo flights સમસ્યા પર સોનુ સુદની પ્રતિક્રિયા, મુસાફરોને શું કરી અપીલ?

દેશભરમાં ઈન્ડિગો ફ્લાઈટની સમસ્યા સામે બોલીવૂડ (Bollywood) એક્ટરે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, સ્ટાફની સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. અત્યારના સમયમાં તેમને સાથ આપો.
indigo flights સમસ્યા પર સોનુ સુદની પ્રતિક્રિયા  મુસાફરોને શું કરી અપીલ
Advertisement
  • IndiGo flights સમસ્યા વચ્ચે Bollywood એક્ટરની અપીલ
  • સોનુ સૂદે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો
  • સોનુ સૂદે લોકોને કહ્યું, હાલના સમયમાં ધીરજ રાખો
  • એરલાઈન્સની સમસ્યાને સમજવા પ્રયાસ કરોઃ સોનુ સૂદ

IndiGo flights ની સમસ્યાથી સમગ્ર દેશમાં મુસાફરો અટવાયેલા છે. લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. એરપોર્ટ પર અટવાયેલા યાત્રીઓ સ્ટાફ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સેલેબ્રેટીઝ (Celebrities) માં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગરીબોના મસીહા ગણાતા બોલીવૂડ એક્ટર સોનુ સૂદે (Sonu Sood) ઈન્ડિગોની સમસ્યાને સમજવા માટે લોકોને અપીલ કરી છે. સોનુ સુદે સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે લોકોને સમસ્યા સમજવા માટે વિનંતી કરે છે.

આ પણ વાંચો- IndiGo Airline: ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે નિષ્ફળ ગઈ? જાણો સમગ્ર વિવાદ વિશે

Advertisement

IndiGo flights ના સ્ટાફને આપ્યો સપોર્ટ

દેશભરમાં લોકોમાં જ્યારે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે બોલીવૂડ (Bollywood) એક્ટર સોનુ સૂદ ઈન્ડિગો ફ્લાઈટ્સ (IndiGo flights) ના સ્ટાફનો સપોર્ટ કરતા જોવા મળ્યો. સોનુએ કહ્યું કે, અત્યારે ઈન્ડિગોની ફ્લાઈટની સેવા નિરાશાજનક છે. પણ સ્ટાફના હસતા ચહેરાને યાદ રાખો. આ સ્ટાફ હંમેશા પોતાના ચહેરા પર સ્મીત સાથે આપણું ધ્યાન રાખે છે. ઈન્ડિગો ફ્લાઈટ્સના કર્મચારીઓ અત્યારની બગડેલી સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપણી પણ ફરજ આવે છે કે, આપણે પણ તેમનું ધ્યાન રાખીએ. થોડો સાથ સહકાર આપીએ. કૃપા કરીને ઈન્ડિગો સ્ટાફ સાથે દયાળુ અને વિનમ્રતા દાખવો. તેઓ અત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે સૌએ સાથે મળીને તેમને સાથ આપવો જોઈએ.

Advertisement

મારા પરિવારે પણ સમસ્યાનો સામનો કર્યોઃ સોનુ સૂદ

સોનુ સૂદે વીડિયોમાં પોતાના પરિવારે પણ આ ફ્લાઈટ ક્રાઈસિસ (Flight Crisis) નો સામનો કર્યો હોવાનું જણાવ્યું. તેણે કહ્યું કે, મારો પોતાનો પરિવાર એરપોર્ટ (Airport) પર 5-6 કલાક સુધી ફસાયો હતો. દુઃખની વાત એ છે કે, એરપોર્ટ પર સ્ટાફ સાથે લોકો ગેરવર્તન કરી રહ્યા છે. પોતાની ભડાસ નીકાળી રહ્યા છે. સોનુ સૂદે કહ્યું કે, તમે પોતાની જાતને તેમના સ્થાને રાખીને જુઓ. સ્ટાફ અત્યારે લાચાર છે. કઈ કરી શકે તેવી હાલત નથી. આ સમસ્યા પાછળ તેઓ જવાબદાર નથી. સોનુએ કહ્યું કે, એવી ઘણી બધી બાબતોના લીધે અત્યારના હાલાત ઉભા થયા છે. કર્મચારીઓ પણ પોતાના ઘરેથી કામ કરવા માટે નીકળ્યા છે. અને તેમનું સન્માન કરવું તે આપણી પણ ફરજ છે.

આ પણ વાંચો- Narmada: સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનું આજે સમાપન

Tags :
Advertisement

.

×