Sugarcane Price: દ.ગુજરાતની સુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ટન દીઠ ભાવ
- દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા શેરડીના ભાવ જાહેર કરાયા
- સુગર મિલો દ્વારા વર્ષ 2024 -25ના ટન દીઠ ભાવો જાહરે કરાયા
- બારડોલી, સાયણ, ચલથાણ સુગર ફેકટરી દ્વારા જાહેર કરાયા ભાવ
- ગત વર્ષની સરખામણીએ 100થી 150 રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો
દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર ,ગત વર્ષની સરખામણી એ 100 થી 150 રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો છે. ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની આશા હતી. કામરેજ સુગરે ખેડૂતોની આશા કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં અનેરી ખુશી છવાઈ જવા પામી હતી. સુરત જિલ્લાની તમામ સુગર મિલો પૈકી બારડોલી સુગર મિલે 3502 રૂપિયા ભાવ જાહેર કરતાં પહેલાં ક્રમે તો કામરેજ સુગરે શેરડીના 3481 રૂપિયા ભાવ જાહેર કરતાં બીજા ક્રમે આવી છે.
![]()
શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 100 થી 150 રૂપિયાનો વધારો
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજ રોજ વર્ષ ૨૦૨૪/ ૨૦૨૫ માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. સુરત જિલ્લાની સાયણ, કામરેજ, બારડોલી, મઢી, મહુવા, ચલથાણ સુગર દ્વારા શેરડીના ભાવો જાહેર કરાયા હતા. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે. બીજી તરફ માથે ચૂંટણી પણ છે. ખેડૂતોને સારા ભાવની આશા હતી. ત્યારે તમામ સુગર મિલોએ ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 100 થી 150 રૂપિયાનો વધારો આપ્યો છે.
આ પણ વાંચોઃ Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ
ખેડૂતોમાં ખુશી જોવા મળી
કામરેજ સુગર મિલ ધ્વારા ગત વર્ષ ની સરખામણી એ સરેરાશ ૧૩૦ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. કામરેજ સુગર મિલ ધ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરીના ૩૪૮૧ રૂપિયા ભાવ જાહેર કરાયો હતો,જયારે એશિયાની સૌથી મોટી એવી બારડોલી સુગર મિલ દ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરી ના 3502 રૂપિયા ભાવ જાહેર કરાયો હતો. સાયન સુગર મિલ દ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરીના 3416 રૂપિયા ભાવ જાહેર કર્યો હતા. ત્યારબાદ ચલથાણ સુગર મિલ દ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરી 3716 રૂપિયા ભાવ જાહેર કરાયો હતો. મઢી સુગર મિલ દ્વારા ઓક્ટોબર થી જાન્યુઆરી ના 3351 રૂપિયા ભાવ જાહેર કરાયો,મહુવા સુગર મિલ ધ્વારા પણ ઓક્ટોમ્બર થી જાન્યુઆરીના 3271 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો .આમ જિલ્લાની તમામ સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ 100 રૂપિયાથી 150 રૂપિયા વધુ છે. સુગર મિલો દ્વારા શેરડીના સારા ભાવો આપતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Aravalli : ભિલોડામાં આદિવાસી ચિંતન શિબિરમાં UCC નો વિરોધ, અન્ય રાજ્યોનાં આદિવાસીઓ પણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા