Naga Chaitanyaને સાસરિયાઓએ આપી કરોડોની ગિફ્ટ...
- સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની વિધિઓ શરૂ
- શોભિતા ધુલીપાલાના પરિવારે નાગા ચૈતન્યને બાઇક, ઓડી કાર અને લક્ઝુરિયસ વિલા સાથે સોનું ભેટમાં આપ્યું
- નાગાર્જુને કપલને કરોડોની કિંમતની કાર ગિફ્ટ કરી
Naga Chaitanya : સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય (Naga Chaitanya) તેની લેડી લવ શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ નાગા-શોભિતાની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી. હવે સમાચાર આવ્યા છે કે નાગા ચૈતન્યને તેના સાસરિયાઓ તરફથી લગ્નની ભેટ તરીકે કરોડોની ગિફ્ટ મળી છે. પિતા નાગાર્જુને પણ પોતાના પુત્ર અને પુત્રવધૂને એક અદ્ભુત ભેટ આપી છે.
બાઇક, ઓડી કાર અને હૈદરાબાદમાં એક લક્ઝુરિયસ વિલા સાથે સોનું ભેટમાં આપ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્યને તેના લગ્નમાં તેના સાસરિયાઓએ આલીશાન ઘરથી લઈને મોંઘી કાર સુધીની દરેક વસ્તુ ભેટમાં આપી છે. શોભિતા ધુલીપાલાના પરિવારે તેના ભાવિ જમાઈને એક બાઇક, ઓડી કાર અને હૈદરાબાદમાં એક લક્ઝુરિયસ વિલા સાથે સોનું ભેટમાં આપ્યું છે. નાગાર્જુને કપલને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે.
આ પણ વાંચો----છૂટાછેડાની જાહેરાત કરવા એક્ટ્રેસને કોણે આપી ધમકી?
નાગાર્જુને કપલને કરોડોની કિંમતની કાર ગિફ્ટ કરી
નાગાર્જુને તેમના પુત્ર નાગા ચૈતન્ય અને ભાવિ પુત્રવધૂ શોભિતા ધૂલીપાલાને લેક્સસ LM MPV મોડલની કાર આપી છે. આ લક્ઝુરિયસ કારની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં, નાગાર્જુનને ખૈરતાબાદમાં પ્રાદેશિક પરિવહન સત્તામંડળ (આરટીએ) કાર્યાલયમાં જોવામાં આવ્યા હતા જ્યાં તે લેક્સસમાંથી તેની નવી ખરીદેલી લક્ઝરી કારની નોંધણી કરાવવા આવ્યા હતા.
હલ્દી સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા 5 ડિસેમ્બરે તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. આ પહેલા કપલના મંગલ સ્નામ (હળદર સમારોહ)ની ઘણી તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં પીળા રંગની સાડી પહેરીને શોભિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે મંગલ સ્નાનમ સંબંધિત ધાર્મિક વિધિઓ કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો----ઐશ્વર્યા રાયના નામમાંથી 'બચ્ચન' અટક ગાયબ! છૂટાછેડાની અફવાઓને મળ્યો વેગ