MONSOON 2025 : 27 મે, ના રોજ કેરળમાં ચોમાસાના આગમનની વકી
- આ વખતે ચોમાસુ પાંચ દિવસ પહેલા કેરળના તટે આવી પહોંચશે
- ખરીફ પાકની વાવણી અને તેનો સારો પાક થવાની આગાહી વ્યક્ત કરાઇ
- એક પખવાડિયા બાદ ચોમાસુ ધીરે ધીરે દેશના વિવિધ ભાગોમાં દસ્તક દેશે
MONSOON 2025 : દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસાનું 27, મે ના રોજ કેરળમાં (KERALA - MONSOON 2025) આગમન થવાની આગાહી હવામાન ખાતા દ્વારા જારી કરવામાં આવી છે. સામાન્ય સમય કરતા આ વખતે ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરવામાં આવી છે. આ ચોમાસામાં ખરીફ પાકની વાવણી અને તેનો સારો પાક મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. વિતેલા બે વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેનાર હોવાનું હવામાન નિષ્ણાંતે ઉમેર્યું છે.
જળાશયોના જળસ્તરમાં વધારો થવાની આશાઓ
દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી પ્રવેશતા ચોમાસાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ભાગોનું ચોમાસું 27, મે ના રોજ કેરળના તટીય વિસ્તારોમાં પહોંચશે. સામાન્ય સમય કરતા પાંચ દિવસ પહેલા ચોમસુ પહોંચવાનો આગાહીમાં ઉલ્લેથ છે. આ વખતે ખરીફ પાકની વાવણી અને તેનો સારો પાક થવાની સાથે જળાશયોના જળસ્તરમાં વધારો થવાની આશાઓ સેવાઇ રહી છે.
પખવાડિયા બાદ ધીરે ધીરે તપતો ઉનાળો વિદાય લેશે
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સામાન્યથી વધારે વરસાદ થવાની શક્ચતા છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડું, બિહાર અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્ચતા છે. આ જોતા એક પખવાડિયા બાદ ધીરે ધીરે તપતો ઉનાળો વિદાય લેશે અને ચોમાસુ ધીમા પગે પ્રવેશ કરશે.
આ પણ વાંચો --- J&K ની સરકારે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતા જુઠથી દુર રહેવા જણાવ્યું