Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મકાન માલિકો થઈ જજો સાવધાન! Gujarat Police આવશે તમારા ઘરે!

Gujarat Police એ હાથ ધર્યું ખાસ અભિયાન 13 થી 27 ઓક્ટોબર સુધી ચાલશે ખાસ ડ્રાઇવ ભાડુઆત નોંધણી અંગે હાથ ધરાશે ખાસ ડ્રાઈવ ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાય તેવો હેતું ગુજરાત પોલીસે (Gujarat Police) એક વિશેષ અભિયાન હાથ ધર્યું...
મકાન માલિકો થઈ જજો સાવધાન  gujarat police આવશે તમારા ઘરે
  1. Gujarat Police એ હાથ ધર્યું ખાસ અભિયાન
  2. 13 થી 27 ઓક્ટોબર સુધી ચાલશે ખાસ ડ્રાઇવ
  3. ભાડુઆત નોંધણી અંગે હાથ ધરાશે ખાસ ડ્રાઈવ
  4. ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાય તેવો હેતું

ગુજરાત પોલીસે (Gujarat Police) એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન 13 થી 27 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. આ અભિયાન હેઠળ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતુ એ છે કે ભાડુઆતની નોંધણીના નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે.

Advertisement

આ પણ વાંચો - આ જિલ્લાઓમાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર, Ambalal Patel એ કરી ભયંકર વાવાઝોડાની આગાહી!

Advertisement

13 થી 27 ઓકટોબર સુધી ભાડુઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ

ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા આજથી 27 ઓક્ટોબર સુધી એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભાડુઆત નોંધણી અંગેની આ ઝુંબેશ હેઠળ પોલીસ ભાડુઆત નોંધણી (Rent Registration) અંગેની તપાસ ઘરે ઘરે જઈને કરી શકે છે. આ મામલે ગુજરાત પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે રાજ્યભરમાં 13 થી 27 ઓકટોબર, 2024 દરમિયાન ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઈવ (Police Drive) યોજવામાં આવશે. ભાડુઆત અંગે પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ (Gujarat Citizen First app.) મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકાય છે.

આ પણ વાંચો - Rajkot : વધુ એક Hit and Run, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડસવાર યુવકનું મોત

Advertisement

ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાયનો હેતું

અન્ય એક પોસ્ટમાં ગુજરાત પોલીસે (Gujarat Police) લખ્યું કે, ગુજરાત પોલીસનાં આ વિશેષ અભિયાનનો હેતું એ છે કે ભાડુઆતની નોંધણીનાં નિયમનું ચુસ્ત પાલન થાય અને સૌ સુરક્ષિત-સલામત રહે. આથી, પોલીસને સહકાર આપો, જલદીથી ભાડુઆત અંગે નોંધણી કરો.! ઉલ્લેખનીય છે કે, મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાડાનાં મકાન કે અન્ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ (Criminal Activities) પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરાઈ છે.

આ પણ વાંચો - Himmatnagar : સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળે ફાંસો ખાધો, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.