Surat : ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવી હોય તો ચેતી જજો! ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
- Surat ટ્રાફિક નિયમો અંગે પોલીસની સ્પેશિયલ ડ્ર્રાઇવ!
- ગાડીમાં મોટી વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટ લગાવનારાઓ સામે કાર્યવાહી
- ગાડીનાં કાંચ પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ સામે પણ એક્શન
સુરતમાં (Surat) લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તે માટે શહેર પોલીસ દ્વારા અનેક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાથે જ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ પણ યોજવામાં આવે છે. દરમિયાન, સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ગાડીમાં મોટી વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટ લગાવનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Surat : ઘરમાં અચાનક લાગી આગ, હલનચલન ન કરી શકતી દિવ્યાંગ યુવતી ભડથું થઈ
વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટ લગાવનાર વાહનચાલકો સામે કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં (Surat) શહેર પોલીસ DCP ઝોન-4 દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન, કેટલીક ગાડીઓમાં મોટી પ્રોજેક્ટર લાઇટ (White Projector Light) લગાવેલી હોવાથી તેને રોકવામાં આવી હતી અને વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને ટ્રાફિક નિયમોનું (Traffic Rules) ભાન કરાવ્યું હતું. ઉપરાંત, કારની વિન્ડો પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત શહેર પોલીસ DCP ઝોન-4 દ્વારા વાહન ચેકીંગ દરમિયાન વાહનોમાં મોટી પ્રોજેક્ટર લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/NCNBdbDdGQ
— Surat City Police (@CP_SuratCity) November 21, 2024
આ પણ વાંચો - Khyati Hospital : અદાણી અને અંબાણીને પણ ન હોય તેવા છે આ કૌભાંડીઓનાં ઘર!
ક્યારેક ફૂલ આપીને તો ક્યારેક હેલ્મેટ આપીને જાગૃતિ અભિયાન
નોંધનીય છે કે, લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે તે માટે સુરત પોલીસ (Surat Police) દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ક્યારેક ફૂલ આપીને તો ક્યારેક હેલ્મેટ આપીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, હાઈકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Khyati Hospital 'કાંડ' માં ડો. પ્રશાંત વજિરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, કોર્ટમાં થઈ આ રજૂઆત