Gandhinagar : રાજ્યનાં રમત ગમત મંત્રી લંડનની મુલાકાતે, કોમનવેલ્થ ગેમ્સને લઈ યોજાઈ બેઠક
- લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સને લઈ યોજાઈ બેઠક
- પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ઓફ સ્ટેટ, કેથરિન વેસ્ટ સાથે મુલાકાત
- ત્રણ IAS કેડરના અધિકારીઓએ પણ કરી ચર્ચા વિચારણા
- પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર અને એમ. થેન્નારસને ચર્ચામાં લીધો ભાગ
- AMC કમિશનર બંછાનિધિ પાનીએ પણ ચર્ચામાં લીધો ભાગ
ગુજરાતમાં રમાનાર કોમનવેલ્થની રમતોને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, એમ. થેન્નારસન તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ લંડન ખાતે પહોંચ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય રમત ગમત વિભાગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લંડન ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત સરકારના નેતૃત્વના પ્રતિનિધિ મંડળ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF)ના કેથરિન વેસ્ટ સાથે મુલાકાત કરી હતી. તેમજ રમતગમત, આરોગ્ય અને માળકાગત સુવિધાઓના ક્ષેત્રોમાં સગયોગના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે કેથરિન વેસ્ટ સાતે ગુજરાતની મુલાકાતનું આમંત્રણ પણ આપ્યું હતું. યુકે અને ગુજરાત વચ્ચે સહયોગ અને જોડાણને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિનિધિ મંડળે લોફબરો યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ સ્પોર્ટ, એક્સરસાઈઝ એન્ડ હેલ્થ સાયન્સિસ સાથે પણ વ્યાપક ચર્ચા કરી હતી.
પ્રતિનિધિ મંડળે 4 ચોક્કસ ક્ષેત્રો વિશે ચર્ચા કરી
ગુજરાત સરકારના નેતૃત્વવાળા પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે સહયોગના 4 ચોક્કસ ક્ષેત્રો વિશે ચર્ચા કરી હતી. જેમાં રમતગમતનો અભ્સાયક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પર ખાસ ભાર મૂકતા શૈક્ષણિક દ્રષ્ટિકોરણથી વિકાસ વિનિમય, રમત ગમત કોચનો વિકાસ, રમત ગમતના કાર્યક્રમોનું સંચાલન અને રાજ્યમાં ચોક્કસ રમતો માટેની વ્યૂહરચનાનો પણ સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે અધિકારીઓને રમત ગમતની ઈકો સિસટમનો અભ્યાસ કરવા અને અમદાવાદ શહેરમાં કેમ્પસ ખોલવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.
O2 એરેના અને ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમની પણ મુલાકાત લીધી
પ્રતિનિધિ મંડળના સભ્યોએ O2 એરેના અને ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમની પણ મુલાકાત લીધી હતી. જેથી રમતગમતની માળખાગત સુવિધાઓ માટે વિવિધ બહુ-ઉપયોગી વિકલ્પો સમજી શકાય. જેમાં લાઈવ મ્યુઝિક ઈવેન્ટ્સનો આર્થિક પ્રભાવ બનાવવા તરફ કોન્સર્ટ ને પ્રોત્સાહન આપવું. જેમાં કોન્સર્ટ અને ઉત્સવોનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે આ સુવિધાઓ પર રમતગમતના માળખાગત સુવિધાઓની ડિઝાઈનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ટકાઉપણું સુવિધાઓનો પણ અભ્યાસ કર્યો હતો.
ગુજરાત સરકારના નેતૃત્વવાળા પ્રતિનિધિ મંડળમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ અને યુવા સંસ્કૃતિ વિભાગના સચિવ અશ્વિની કુમાર, એમ. થેન્નારસન તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના સભ્યોએ કેથરિન વેસ્ટ પણ હાજર રહ્યા હતા.
લંડન બાદ હવે અમેરિકા યાત્રા માટે જશે પ્રતિનિધિ મંડળ
ગુજરાત સરકારના નેતૃત્વવાળું પ્રતિનિધિ મંડળ કોમનવેલ્થ ગેમ્સને લઈ લંડન ખાતે બેઠકમાં ભાગ લીધી હતો. હવે આગામી તા. 20 જુલાઈના રોજ અમેરિકાના અલાબામા રાજ્યના બિર્મિગહામ શહેરમાં જશે. બિર્મિંગહામ ખાતે યોજાતી સ્પર્ધા દરમ્યાન 2029 માં મોટી રમતો ગુજરાતમાં યોજવા માટે ભારતીય બિડ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે
પીએમ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ શરૂ કર્યો
પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ખેલમહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. રમતગમતને લગતું વાતાવરણ / માહોલ ઊભો કરવો. શાળાના બાળકો માટે વેકેશન શિબિરો (કેમ્પ) યોજવામાં આવે છે. 2030 માં યોજોનાર કોમનવેલ્થની ગેમને લઈ ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય રમતોને રાજ્યમાં લાવવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તેમજ ગુજરાતમાં સૌથી અદ્યતન અને હાઈટેક સ્પોર્ટસ ઈકો સિસ્ટમ્સ છે. તેમજ ગુજરાતે રાષ્ટ્રીય રમતો અને ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન પણ કર્યું છે. ગુજરાતે ઓલિમ્પિક્સ રમતો માટે પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર વિકસાવ્યું છે.
દેશનું પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અમદાવાદમાં
2036 ના ઓલિમ્પિકની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે. અમદાવાદ ખાતે નારણપુરા ખાતે દેશનું પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણતાના આરે છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી 90 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા નારણપુરામાં અંદાજે 83,507 ચો. મીટરમાં અત્યા આધુનિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે. આ પ્રોજેક્ટ ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. 584 કરોડના આ પ્રોજેક્ટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
ગેલેરીમાં 1500 પ્રેક્ષક બેસી શકશે તેવી વ્યવસ્થા
નારણપુરા ખાતે તૈયાર થઈ રહેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં એક્વાટિક કોમ્પ્લેક્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પુલ બનશે. તેમજ બ્લોકની ગેલરીમાં 1500 પ્રેક્ષક બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ બનાવવામાં આવશે.
800 ટુ-વ્હીલર અને 850 ફોર વ્હીલર એક સાથે પાર્ક થઈ શકશે
આ પ્રોજેક્ટરને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં એક્વાટિક કોમ્પ્લેક્ષ, કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટસ એક્સેલન્સ, ઈન્ડોર મલ્ટિ સ્પોર્ટ એરેના, ફિટ ઈન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટસનો સમાવેશ કરાયો છે. તેમજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેડ રહેશે. તેમજ 800 ટુ-વ્હીલર અને 850 ફોર વ્હીલર એક સાથે પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં રમાશે ઓલિમ્પિક
ગુજરાતમાં ઓલિમ્પિક રમતો ક્યાં રમાડી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. રાજ્યમાં ઓલિમ્પિકની શક્યતાઓને પગલે 33 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 17 સ્પોટ અમદાવાદમાં અને 6 સ્પોટ ગાંધીનગરમાં છે. બાકીના સ્પોટ રાજ્યમાં અન્ય સ્થળો પર પસંદ કરવામાં આવ્યાં છે. આ 33 સંભવિત સ્પોટ્સ પર સિંગલ સ્પોર્ટસ માટે 22 અને મલ્ટી સ્પોર્ટસ માટે 11 સ્થળ પસંદ કરાયા છે. આ 33 સ્થળો માટે પહેલા 131 સાઈટ્સનું મૂલ્યાંકન કરાયું હતું.
આ પણ વાંચોઃ Gandhinagar : LC માં નામ લખવાની પદ્ધતિ અંગે શિક્ષણ વિભાગનો પરિપત્ર, આપ્યા આ નિર્દેશ
ઓલિમ્પિક માટે 5 ગામની પસંદગી કરાઈ
2036 માં યોજાનાર ઓલિમ્પિક માટે ગુજરાતે બીડ કર્યું છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના 5 વિસ્તારોની કાયા પલટ થશે. અમદાવાદ આસપાસના12 થી 15 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલા સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિક્લ બદલાશે. જ્યારે કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદરી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થશે.
આ પણ વાંચોઃ Gujarat Rian: ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી