Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલના પોલીસ પર આક્ષેપ બાદ એસપીનું નિવેદન

ભાજપના પૂર્વ મહામંત્રી દ્વારા ગત રોજ પાટણ ખાતે સન્માન કાર્યક્રમમાં પાટણ પોલીસ હપ્તા વસૂલી કરતી હોય તેવું નિવેદન આપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
patan   ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે  સી  પટેલના પોલીસ પર આક્ષેપ બાદ એસપીનું નિવેદન
Advertisement
  • પાટણ પોલીસ પર ભાજપના પૂર્વ મહામંત્રીનો મોટો આરોપ
  • પાટણ પોલીસ તોડ કરતી હોવાનો કે.સી.પટેલનો દાવો
  • ફેરા કરતા વાન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો આક્ષેપ
  • એક સન્માન કાર્યક્રમમાં કે.સી.પટેલે આપ્યું મોટું નિવેદન

ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ (Former BJP General Secretary K.C. Patel) હુકડોના ઈન્ડીપેન્ડલ ડિરેક્ટર બન્યા બા ગત રોજ તેમનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ (Former BJP General Secretary K.C. Patel) દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં પાટણ પોલીસ (Patan Police) હપ્તા વસૂલી કરતી હોય તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. કે.સી. પટેલે (K.C.patel) જણાવ્યું હતું કે, ખાનગી વાહન ચાલકો ખરીદી કે ભાડેથી પાટણ આવતા નથી. તેઓ બીજા સેન્ટરમાં ખરીદી કરવા જતા રહે છે. કેમ નથી આવતા તેનું કારણ છે કે, પાટણ પોલીસ (Patan Police) વાહન ચાલકો પાસેથી 500-1000 હપ્તા વસૂલ કરે છે. વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે છે અને પોલીસવાળા પકડી 500-1000 રૂપિયા લઈ લે છે.

Advertisement

કે સી પટેલને બ્રહ્મજ્ઞાન થયું છે તે બદલ અભિનંદનઃ કિરીટ પટેલ(ધારાસભ્ય, કોંગ્રેસ)

ભાજપના પૂર્વ મહામંત્રી (Former BJP General Secretary K.C. Patel) દ્વારા પોલીસ પર કરાયેલા આક્ષેપ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress Mla kirit Patel) નિવેદન આપતા જણાવ્યું હતું કે, કે.સી. પટેલને બ્રહ્મજ્ઞાન થયું છે તે બદલ અભિનંદન પાઠવું છું. ભાજપ (BJP)ના નેતાએ હપ્તા ખોરી સ્વીકારીએ મહત્વની બાબત છે. હપ્તા ખોરી સમગ્ર ગુજરાતમાં ચાલે છે. પોલીસ વિભાગ (Police Department) હોય કે અન્ય કોઈ સરકારી વિભાગ તમામ જગ્યાએ હપ્તાખોરી છે. આ હપ્તાઓ કોની પાસે જાય છે અને કોની રહેમ રાહે થઈ રહી છે સૌ જાણે જ છે. ટ્રાફિક, જુગાર, દારૂ જેવી બદીમાં હપ્તાખોરી ચાલુ છે. હું કે.સી. પટેલ (K.C.patel)ને કહીશ કે ચાલો આપણે સાથે મળી પાટણ નહીં સમગ્ર ગુજરાતમાં હપ્તાખોરી નાબૂદ કરીએ.

Advertisement

આ પણ વાંચોઃ Junagadh : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી, BJP-AAP અંગે આપ્યું મોટું નિવેદન!

સોશિયલ મીડિયામાં નિવેદન ચાલે છે તે બાબતે તપાસ કરીશુ

ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ (Former BJP General Secretary K.C. Patel)ના પાટણ પોલીસ પર હપ્તા ખોરીના આક્ષેપ બાદ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ (Patan SP V.k.Nai) દ્વારા જણાવ્યું હતું કે, જિલ્લા ટ્રાફિક પોલીસ (Trafick Police) જાહેરનામાનું પાલન કરવા માટે દંડ કરતી હોય છે. જેના ભાગરૂપે દંડ લે છે. સોશિયલ મીડિયામાં નિવેદન ચાલે છે તે બાબતે તપાસ કરીશું. તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમ પર કોઈ રજૂઆત મળી નથી.

આ પણ વાંચોઃ VADODARA : 'આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં' - દીનું મામા

Tags :
Advertisement

.

×