Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ક્રિકેટના મેદાનને બદલે જેલના સળિયા પાછળ પહોંચ્યા બે ખેલાડીઓ, જાણો શું છે Video scandal ?

Video scandal : IPL 2026 ની ધૂમ વચ્ચે શ્રીલંકન ક્રિકેટમાંથી એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમના (Under-19 Cricket Team) બે ખેલાડીઓની કોલંબોમાં ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીઓ પર હોટલના બાથરૂમમાં નહાતી મહિલાઓનો વીડિયો બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
ક્રિકેટના મેદાનને બદલે જેલના સળિયા પાછળ પહોંચ્યા બે ખેલાડીઓ  જાણો શું છે video scandal
Advertisement
  • Video scandal : શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ: બે ક્રિકેટરોની ધરપકડ
  • હોટલના બાથરૂમમાં મહિલાઓના વીડિયો બનાવ્યાનો ગંભીર આરોપ
  • IPL 2026 વચ્ચે અંડર-19 ટીમના ખેલાડીઓ શંકાના ઘેરામાં
  • કોલંબો પોલીસે કરી કાર્યવાહી, 5 લાખના જામીન પર મુક્ત
  • ટ્રાન્સફોર્મેશન કમિટી લેશે ખેલાડીઓ સામે આકરા પગલાં

Video scandal : IPL 2026 ની ધૂમ વચ્ચે શ્રીલંકન ક્રિકેટમાંથી એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રીલંકાની અંડર-19 ક્રિકેટ ટીમના (Under-19 Cricket Team) બે ખેલાડીઓની કોલંબોમાં ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીઓ પર હોટલના બાથરૂમમાં નહાતી મહિલાઓનો વીડિયો બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

વર્તમાન સમયમાં IPL 2026નો ક્રેશ દેશભરમાં જોવા મળી રહ્યો છે. IPL 2026 વચ્ચે શ્રીલંકન ક્રિકેટરમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. શ્રીલંકાની-19 ક્રિકેટ ટીમના 2 ખેલાડીની કોલંબોમાં ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીઓ પર હોટલના બાથરુમમાં નહાતી મહિલાઓનો વીડિયો બનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Advertisement

Video scandal : શું છે સમગ્ર ઘટના?

સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો કોલંબોના નરહેનપિતા વિસ્તારની એક જાણીતી હોટલમાં બની હતી, જ્યાં શ્રીલંકન અંડર-19 ટીમ રોકાઈ હતી. હોટલમાં રહેતી કેટલીક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે બાથરૂમમાં મોબાઈલ ફોન દ્વારા તેમનું શૂટિંગ (Video Filming) કરવામાં આવી રહ્યું છે. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને ખેલાડીઓની અટકાયત કરી હતી. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વીડિયો ઓનલાઈન શેર (Online Sharing) કરવામાં આવ્યા છે કે કેમ.

Advertisement

કોર્ટની કાર્યવાહી અને જામીન

ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલા બંને ખેલાડીઓને અલુથકાડે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને અંદાજે 5,00,000 શ્રીલંકન રૂપિયાના (લગભગ US$1,564) વ્યક્તિગત જામીન પર મુક્ત કર્યા છે. આ કેસની આગામી સુનાવણી 25 મેના રોજ હાથ ધરવામાં આવશે. હાલ સુરક્ષાના કારણોસર ખેલાડીઓના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હલચલ

મહત્વનું છે કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) હાલ વહીવટી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ભૂતપૂર્વ સાંસદ એરોન વિક્રમરત્નેના અધ્યક્ષપદ હેઠળની પરિવર્તન સમિતિ (Transformation Committee), જેમાં કુમાર સંગાકારા અને રોશન મહાનમા જેવા દિગ્ગજો સામેલ છે, તે આ મામલે કડક નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી બોર્ડ દ્વારા સત્તાવાર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં આકરા પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો:  Bargi Dam Cruise Accident: મધ્યપ્રદેશના બરગી ડેમમાં ક્રુઝ શિપ પલટી જતાં 4ના મોત,18થી વધુ લાપતા

Tags :
Advertisement

.

×