નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા : Shaktisinh Gohil
- ખેડૂતો માટે કરેલી જાહેરાત અંગે કોંગ્રેસ પ્રમુખ Shaktisinh Gohil ની પ્રતિક્રિયા
- નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા : શક્તિસિંહ
- આજની જાહેરાત સિંગના દાણા જેટલી : શક્તિસિંહ ગોહિલ
- ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રસની માંગ
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આજે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય પેકેજની (Relief Package) જાહેરાત બાદ કોંગ્રેસ (Congress) પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા છે. ખેડૂતોને 1 લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે.
આ પણ વાંચો - ખેડૂતો માટેનાં Relief Package અંગે કિસાન કોંગ્રેસ ચેરમેનના સરકાર પર પ્રહાર!
આજની જાહેરાત સિંગના દાણા જેટલી : શક્તિસિંહ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં પાક નુકસાન માટે કરવામાં આવેલી સહાય પેકેજની (Relief Package for Farmer) જાહેરાત અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહાર કર્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ઑગસ્ટ મહિનાની જાહેરાતમાં ખેડૂતો સાથે બનાવટ કરી. પિયત પાકનાં એકર દીઠ રૂ. 44 હજારની જગ્યાએ રૂ. 22 હજાર જ લિમિટેડ જમીનમાં આપ્યા હતા. ત્યારે આજની જાહેરાત સિંગનાં દાણા જેટલી જ છે. ખેડૂતોને એક લાખ કરોડનું નુક્સાન થયું તેની સામે આ નજીવી જાહેરાત છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારે જગતનાં તાતની 'દિવાળી' સુધારી! 7 લાખથી વધુ ખેડૂતો માટે કરોડોનું સહાય પેકેજ જાહેર
'ખેડૂતોમાં પુષ્કળ રોષ હોવાથી આ જાહેરાત કરવી પડી'
શક્તિસિંહે (Shaktisinh Gohil) આગળ કહ્યું કે, ખેડૂતોમાં પુષ્કળ રોષ હોવાથી સરકારને આ જાહેરાત કરવી પડી છે. શા માટે ગુજરાતને PM કિસાન યોજનામાંથી (PM Kisan scheme) બહાર રાખવામાં આવ્યું છે. નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખે કહ્યું કે, ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રસની માંગ છે. ખેડૂતોનાં ધિરાણ માફ થવા જોઈએ. ભૂતકાળમાં પણ પિયતનાં ફોર્મ ના સ્વીકાર્યા હોય તેવા ખેડૂતોને પણ વળતર આપવા અમારી માંગ છે.
આ પણ વાંચો - Gujarat :ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ