Kutch માંથી સ્ટેટ મોનીંટરીંગ સેલે 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપ્યો, 16 ઈસમોની કરી અટકાયત, 6 ફરાર
- સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છમાંથી ઝડપ્યો દારૂનો જથ્થો
- કેરાં ખાતે 1 કરોડ 28 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
- દારૂના જથ્થાની સાથે ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા
- SMCની ટીમની તપાસમાં 16 ઈસમોના નામો બહાર આવ્યા
રાજ્યના સ્ટેટ મોનિટરીગ સેલ દ્વારા કચ્છનાં કેરા ગામમાં રેડ કરી રૂ. 1.28 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારુ કાલ 18,548 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. તેમજ 42 લાખની કિંમતના 3 વાહનો અને 25 હજારની કિમતના 5 મોબાઈલ પણ જપ્ત કરી કુલ 1.70 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સ્ટેટ મોનિટરીગ સેલ દ્વારા કુલ 16 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બોલેરો પિકઅપનો ડ્રાઈવર, ટાટા મિની ટ્રકનો ડ્રાઈવર તેમજ દારૂ જે જગ્યાએથી ઝડપાયો ત્યાં ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતા ગોપાલ રાજગોર સહિત કુલ 13 મજૂરોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી અનોપસિંહ રાઠોડ સહિત 6 આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા તેઓને ઝડપી પાડવા ટીમો બનાવવામાં આવી છે. તેમજ રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ, ટેન્ડકરનો ડ્રાઈવર અને અન્ય ત્રણ વાહનોનાં માલિકની શોધખોળ ચાલુ છે. એસએમસીના પીએસઆઈ એસ.આર. શર્મા દ્વારા રેડ કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
16 આરોપીઓને પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા
૧) ગોપાલસિંહ બનાસસિંહ વાઘેલા, ઉમેરો:-કેરા ગામ, તા:-માનકુવા, જિલ્લો:- કચ્છ-ભુજ (ગુજરાત)
(બોલેરો પિકઅપનો ડ્રાઇવર).
2) શિવરાજ વિરમભાઈ ગઢવી, ઉમેરો:- અલીપુર,, તા:- અંજાર,, જિલ્લો:- કચ્છ
(ટાટા મિની ટ્રકનો ડ્રાઈવર)
3) ગોપાલ કેસાજી રાજગોર, ઉમેરો:- નવાનગર પાન્ધ્રો, તાલ:- લખપત, જિલ્લો:- કચ્છ-ભુજ
(આઈએમએફએલ કટીંગ સ્થળ પર ડ્રાઈવર અને હેલ્પર.)
4) શૈલેષ રામનારાયણ શર્મા (મજૂર)
5) તાપસ પવિત્રોસ દાસ (મજૂર)
6) પુષ્પલાલ પ્રેમ શર્મા (મજૂર)
7) કિશનપાલ સુશાંતપાલ (મજૂર)
8) મેનકિન ઓડેન (મજૂર)
9) સેંગજીમ સ્પીલ્સન (મજૂર)
10) બિકિહરિજન રાજુ (મજૂર)
11) સુનીલ સંગમા મારક (મજૂર)
12) આસન મારક(મજૂર)
13) અનિયાંગ સંગમા મારક (મજૂર)
14) વલ્કન સંગમા મારક(મજૂર)
15) રફાલ સંગમા મારક (મજૂર)
16) અંકિત અરવિંદ સાર્થે (મજૂર)
આ પણ વાંચોઃ બે આરોપીની ધરપકડ બાદ DILR કચેરીના સર્વેયરને ACB એ મધરાત્રીના કેવી રીતે પકડ્યો ?
વોન્ટેડ આરોપીઓના નામ
(1) અનોપસિંહ અભેસિંહ રાઠોડ, નિવાસ- કેરા, તા- માનકુવા, જિલ્લો- કચ્છ-ભુજ ગુજરાત
(IMFL રીસીવર મુખ્ય આરોપી)
(૨) અજાણ્યો વ્યક્તિ (રાજસ્થાનથી IMFL સપ્લાયર)
(૩) અજાણ્યો વ્યક્તિ, IMFL વહન કરતા ટેન્કરનો ડ્રાઈવર
(૪) અશોક લેલેન્ડ સિમેન્ટ ટેન્કર રજી.નં. RJ ૧૧ BG ૨૩૬૯ ના માલિક.
(૫) ટાટા મીની ટ્રક રજી.નં. GJ ૧૨ A Y ૧૮૬૯ ના માલિક
(૬) બોલેરો પિકઅપ રજી.નં. GJ ૧૨ CT ૫૧૨૦ ના માલિક)
આ પણ વાંચોઃ VADODARA : ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારે હોબાળો મચાવ્યો