Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામા, હવામાન વિભાગની ત્રણ દિવસની આગાહી
- રાજ્યમાં કમોસમી વરસાદનો માર
- કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં
- ઠેર ઠેર કમોસમી વરસાદથી ભરાયા પાણી
- ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal rain) ના પડતા ખેડૂતો ચિંતા (farmers worried) માં જોવા મળ્યા હતા. બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠા, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો હતો. કમોસમી વરસાદના કાર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે હવામાન વિભાગે (Weather department) હજું પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી કરી છે.
રાજકોટ સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદી યથાવત
રાજકોટ (rajkot rain)માં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ (Unseasonal rain) યથાવત હતી. પડઘરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતુ. ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. મગ, અડદ, તલ, સહિતના પાકોના વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. શનિવારના રોજ કોટડા સાંગાણી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.
હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો
હવામાન વિભાગ (Weather Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal rain) ની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad rain)માં ભરઉનાળે એસ.જી હાઈવે પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. એસ.જી. હાઈવે પર વાદળછાયુ વાતાવરણ 27 ડિગ્રી આસપાસ તામાન સાથે આવતા જતા વ્હિકલ ચાલકોને વીજીબીલીટી ઓછી હોવાને કારણે હેડ લાઈટ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં રાજકોટ, કચ્છ, જામનગર, મોરબી સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આગામી 3 દિવસ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની હવામાન વિભાગ (Weather department) દ્વારા આગાહી કરવામાં આવી છે.
પોરબંદર વિસ્તારમાં ફરી વરસાદી માહોલ છવાયો
પોરબંદરના રાણાવાવ તાલુકામાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થવા પામી હતી. રાણાવાવ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાણાવાવ બાદ પોરબંદરના બરડા પંથકમાં જોરદાર વરસાદ પડ્યો હતો. બગવદર, ભારવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. સતત એક સપ્તાહની કમોસમી વરસાદી માહોલ છવાયો હતો.
આ પણ વાંચોઃ Banaskantha: કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ