ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી

GUJARAT BJP : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Elections 2024) માટે ભાજપે જાહેર કરેલા સંકલ પત્ર બાબતે પ્રદેશ ભાજપ (GUJARAT BJP ) પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. બંને મહાનુભાવોએ કહ્યું કે પીએમ મોદીની...
01:09 PM Apr 15, 2024 IST | Vipul Pandya
GUJARAT BJP : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Elections 2024) માટે ભાજપે જાહેર કરેલા સંકલ પત્ર બાબતે પ્રદેશ ભાજપ (GUJARAT BJP ) પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. બંને મહાનુભાવોએ કહ્યું કે પીએમ મોદીની...
BHUPENDRA PATEL

GUJARAT BJP : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Elections 2024) માટે ભાજપે જાહેર કરેલા સંકલ પત્ર બાબતે પ્રદેશ ભાજપ (GUJARAT BJP ) પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. બંને મહાનુભાવોએ કહ્યું કે પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી..ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે અને દેશમાં 400થી વધુ બેઠકો જીતશે તેમ બંનેએ જણાવ્યું હતું.

દરેક સમાજને સાથે રાખવાનો ભાજપે પ્રયાસ કર્યો છે

રવિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે ગઈકાલે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર રજૂ કર્યુ છે જેમાં મોદી સરકારની ગેરંટીનો સમાવેશ થયો છે. તેમણે કહ્યું કે આપણો દેશ કોંગ્રેસ સરકારમાં આતંકવાદ થી ત્રસ્ત હતો અને આજે આજે દેશ આતંકવાદ મુક્ત થયો છે.
મોદી સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મફત અનાજ માટેની જાહેરાત કરી છે અને 70 વર્ષ થી વધુ વયના લોકો ને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. તેમણે એમ પણ કહ્યું કે દરેક સમાજને સાથે રાખવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. મહિલા સુરક્ષા અને સશકિતકરણ પર વિશેષ ભાર મુકાયો. મોદી સરકારમં સ્વતંત્ર ભારતનું ઐતિહાસિક સાંસદ ભવનનું નિર્માણ કર્યું અને આ ભવનમાં મહિલાઓને 33% અનામત આપી નેતૃત્વ આપ્યું. આ દેશના યુવાનો માટે બેંક લોન આપે યુવાનો ને સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કર્યો..ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કોંગ્રેસના સમયમાં ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું જ્યારે પ્રધાનમંત્રીએ કોઈ સૂત્ર આપ્યા વગર કામ કરીને બતાવ્યું. 10 વર્ષના શાસનમાં ગરીબી રેખા હેઠળ થી લોકોને બહાર કાઢ્યા.

ગુજરાતની 26 બેઠક પર ભાજપ જીતશે

પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સંકલ્પ પત્ર દેશની આશા અપેક્ષાને પૂર્ણ કરનારું છે. પ્રજા એ દિલ ખોલીને આવકાર આપ્યો છે. ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે. પ્રધાનમંત્રીએ દેશમાં સુશાસનનો પાયો નાંખ્યો છે. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિ પર વિશ્વાસ મૂકી ગુજરાતની 26 બેઠક પર ભાજપ જીતશે. વિકાસના રોડપેમ પર ચાલતી સરકાર એટલે મોદી સરકાર.પીએમ ઉજવલા યોજના થકી મહિલાઓને રાહત આપી અને રોકાણ થી રોજગારીને પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર પ્રથમના સૂત્ર સાથે ભાજપ ચાલે છે. ટેકનોલોજી ક્ષેત્રે અનેક કામો થયા. તેમણે એમ પણ કહ્યું કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું . મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી. હાઇવે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન ક્ષેત્રે કામો થયા તથા રોજગારીની તકો વધારવા ક્ષેત્રે કામ થયું. દેશમાં ઓટો હબ અને સેમી કંડકટર ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. આતંકવાદ સાથે ઝીરો ટોલરન્સથી કામ થઈ રહ્યું છે. ગુજરાતના મતદાર 26 બેઠકો જીતાડશે અને દેશમાં 400થી વધુ બેઠકો જીતશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપનું સંકલ્પપત્ર એટલે સુશાસનનો ડોક્યુમેન્ટ..

ક્ષત્રિય સમાજ સાથે વાતચીત ચાલી રહી છે

ક્ષત્રિય આંદોલન અંગે સી.આર.પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે વાતચીત ચાલી રહી છે. વિવાદનું સુખદ નિકારણ આવે તે માટે પ્રયાસો ચાલું છે. ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ સાથે મે અને હર્ષ સંઘવીએ બેઠક પણ કરી હતી.

આ પણ વાંચો----- BJP Manifesto : ભાજપનો ‘સંકલ્પ પત્ર’ જાહેર, રાજનાથે કહ્યું- મોદીની ગેરંટી 24 કેરેટ સોના જેટલી છે…

આ પણ વાંચો---- BJP Vs Congress Manifesto : BJP નું ‘સંકલ્પ પત્ર’ Vs કોંગ્રેસનું ‘ન્યાય પત્ર’, જાણો કેટલું અલગ છે બંને પાર્ટીઓના મેનિફેસ્ટો…

Tags :
Bhupendra PatelBJPCR Patilelection manifestoGujaratGujarat BJPGujarat FirstLok Sabha elections 2024SANKALP PATRA
Next Article