Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MGNREGA Scam : બળવંત ખાબડની ધરપકડ બાદ MLA ચૈતર વસાવાએ કહ્યું કે, મને સંતોષ છે..!

ચૈતર વસાવા માગ કરતા આગળ કહ્યું કે, બચુભાઇ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
mgnrega scam   બળવંત ખાબડની ધરપકડ બાદ mla ચૈતર વસાવાએ કહ્યું કે  મને સંતોષ છે
Advertisement
  1. ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાનું મનરેગા કૌભાંડ મુદ્દે નિવેદન (MGNREGA Scam)
  2. બચુ ખાબડના પુત્રની ધરપકડથી સંતોષ છે : ચૈતર વસાવા
  3. બચુ ખાબડે હોદ્દા પરથી રાજીનામું આપવુ જોઈએ : ચૈતર વસાવા
  4. 'પુરાવા છે મારી પાસે, 250 કરોડ રિકવર થવા જોઈએ'
  5. સૌરાષ્ટ્રમાં જલારામ એન્ટરપ્રાઈઝમાં પણ કૌભાંડ કર્યુ છે : ચૈતર વસાવા

MGNREGA Scam : દાહોદ જિલ્લાનાં (Dahod) મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના (Bachubhai Khabad) પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે. રૂપિયા 71 કરોડના આ મનરેગા કૌભાંડ મામલે 35 એજન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ 35 પૈકી એક એજન્સી બળવંત ખાબડની (Balvant Khabad) હોવાનું ખુલ્યું હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની (Chaitar Vasava) પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો - DAHOD : રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડના પુત્રની ધરકપડ, કૌભાંડ નડ્યું

Advertisement

Advertisement

બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે તેનાથી મને સંતોષ છે : ચૈતર વસાવા

દાહોદનાં મનરેગા કૌભાંડમાં (MGNREGA Scam) મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય (Dediapada MLA) ચૈતર વસાવાએ કહ્યું કે, બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં સંડોવણી બાબતે સરકારમાં કહ્યું હતું. આજે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે તેનાથી મને સંતોષ ચૈતર વસાવા માગ કરતા આગળ કહ્યું કે, બચુભાઇ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.છે.  250 કરોડના પુરાવા છે મારી પાસે તે રિકવર થવા જોઈએ.

આ પણ વાંચો - Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil

સૌરાષ્ટ્રમાં જલારામ એન્ટરપ્રાઈઝમાં પણ મસમોટા કૌભાંડનો લગાવ્યો આરોપ

ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) આરોપ સાથે કહ્યું કે, નર્મદા અને છોટાઉદેપુરમાં બચુ ખાબડ પ્રભારીમંત્રી હતા. ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝ (Jalaram Enterprise) એ નર્મદા જિલ્લામાં (Narmada) 400 કરોડનું કૌભાંડ કર્યું છે. તેની તપાસ કરવામાં આવે તો બચુભાઇ ખાબડની સીધી સંડોવણી બહાર આવી શકે છે. જો કે, હજું પણ એજન્સીનાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી અમારી માગ છે.

આ પણ વાંચો - CM Bhupendra Patel અમદાવાદમાં આયોજિત Tiranga Yatra બાઈક રેલીમાં જોડાયા

Tags :
Advertisement

.

×