Std. 12 and GUJCET results : ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર, વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાણો કેટલા ટકા આવ્યું પરિણામ
- વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે
- પરિણામને લઇ પ્રફૂલ પાનસેરિયાનો ખાસ સંદેશ
- ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે
ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ તથા સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ આવ્યું છે. વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 3,64,859, રીપીટર વિદ્યાર્થી - 22,652, આઇસોલેટેડ - 4,031, ખાનગી - 24,061, ખાનગી રીપીટર - 8,306 સાથે કુલ - 4,23,909 વિદ્યાર્થીઓ છે. તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓ - 1,00,813, રીપીટર વિદ્યાર્થી - 10,476, આઇસોલેટેડ - 95 સાથે કુલ - 1,11,384 વિદ્યાર્થીઓ છે.
પરિણામને લઇ પ્રફૂલ પાનસેરિયાનો ખાસ સંદેશ
ધોરણ-12ના પરિણામને લઇ પ્રફૂલ પાનસેરિયાએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે પરીક્ષામાં સફળ અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને સંદેશ છે. પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન તથા સફળ ન થનારા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે નાપાસ વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં ન આવવું તથા આજે નહીં તો કાલે સફળ જરૂર થશો.
ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે
ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે. તથા 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષા યોજાશે. તથા જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા તેઓ પરીક્ષા આપી શકશે. એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. તેમજ ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot : જનોઈ પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને ટ્રકે અડફેટે લીધો, સાસુ-વહુના થયા મોત