Std. 12 and GUJCET results : ધોરણ-12 બોર્ડની પરિણામમાં જાણો કયા શહેરનું આવ્યું 100 ટકા પરિણામ
- ધોરણ-12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ
- વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ
- ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે
Std. 12 and GUJCET results : ધોરણ-12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ આવ્યુ છે. તેમજ ગત વર્ષ કરતાં વિજ્ઞાન પ્રવાહમાં 1 ટકા વધુ પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતાં 1.14 ટકા વધુ પરિણામ તથા વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.90 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 54.48 ટકા જ પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.91 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.91 ટકા પરિણામ છે. જેમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 59.15 ટકા નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં 194 શાળાઓનું પરિણામ 100 ટકા નોંધાયું છે. 34 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10 ટકા કરતાં ઓછું છે. તેમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં 831 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો તથા 8083 વિદ્યાર્થીઓને A2 અને 15678 વિદ્યાર્થીને A2 ગ્રેડ તેમજ સામાન્ય પ્રવાહમાં 93.07 ટકા એટલે કે 3,37,387 વિદ્યાર્થી પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રનું પરિણામ 100 ટકા નોંધાયું છે. સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, મીઠાપુરમાં 100 ટકા પરિણામ આવ્યું છે.
GSEB BOARD Result : ગુજરાત બોર્ડનું ધો.12નું પરિણામ જાહેર । Gujarat First@prafulpbjp @kuberdindor #GSEB2025 #GUJCETResult #Std12Result #gujaratfirst pic.twitter.com/JwNK9Vq5Sx
— Gujarat First (@GujaratFirst) May 5, 2025
સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું ખાવડા કેન્દ્રનું 52.56 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું ખાવડા કેન્દ્રનું 52.56 ટકા પરિણામ છે. તથા સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 97.20 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું 87.77 ટકા પરિણામ છે. રાજ્યની 21 શાળાનું સામાન્ય પ્રવાહમાં 10 ટકાથી ઓછું પરિણામ છે. તેમજ સામાન્ય પ્રવાહમાં 2005 શાળાનું પરિણામ 100 ટકા નોંધાયું હતુ. ત્યારે ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે. તેમજ 99 ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ A 489 અને ગ્રુપ B 790 છે. 98 ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ A 970 અને ગ્રુપ B 1567 તથા 96 ટકાથી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ A 1921 અને ગ્રુપ B 3163 તેમજ 94 ટકાથી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ A 2915 અને ગ્રુપ B 4751 વિદ્યાર્થી છે.