ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!

બાળકીએ સાવકી માતાનાં અત્યાચારનાં જે ખુલાસા કર્યાં છે તે જાણીને રૂવાંડા ઊભા થઈ જશે!
04:35 PM Nov 18, 2024 IST | Vipul Sen
બાળકીએ સાવકી માતાનાં અત્યાચારનાં જે ખુલાસા કર્યાં છે તે જાણીને રૂવાંડા ઊભા થઈ જશે!
  1. Bhavnagar માં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના!
  2. સાવકી માતા 9 વર્ષની બાળકી પર ગુજારતી અત્યાચાર!
  3. હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિકની ટેપ લગાવી બાળકીને પૂરી રાખી!
  4. પાડોશી મહિલાઓએ બાળકીને સાવકી માતાથી બચાવી!

ભાવનગરમાં (Bhavnagar) માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે. સાવકી માતા એટલી હદ્દે ક્રૂર બની કે 9 વર્ષની માસૂમ બાળકીનાં માથાનાં વાળ પણ કાઢી દીધા! પાડોશી મહિલાઓએ બાળકીને સાવકી માતાનાં અત્યાચારથી બચાવી હતી. આ મામલે જાણ થતાં બાળ કલ્યાણ વિભાગે (Child Welfare Department) બાળકીનું રેસ્ક્યુ કરીને કબજે લીધી છે. બાળકીએ સાવકી માતાનાં અત્યાચારનાં જે ખુલાસા કર્યા છે તે જાણીને રૂવાંડા ઊભા થઈ જશે!

આ પણ વાંચો -અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો? પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ

હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાનાં વાળ, આંખનાં નેણ કાપી!

ભાવનગરમાં (Bhavnagar) વધુ એક હચમચાવતી ઘટના બની છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, એક 9 વર્ષની માસૂમ બાળકીને તેની સાવકી માતાએ ક્રૂર રીતે માર માર્યો હોવાની અને અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપ મુજબ, શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકી પર તેની સાવકી માતાએ અત્યાચાર ગુજાર્યો હતો. સાવકી માતાએ બાળકીનાં બન્ને હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાનાં વાળ, આંખનાં નેણ કાપી નાખી ટીપડામાં પૂરી હતી. ઘરનાં બધા સભ્યો બહાર જાય ત્યારે, બાળકીને બાંધી સાવકી માતા ખાવાનું પણ આપતી નહોતી.

આ પણ વાંચો -ગુજરાતમાં ભ્રષ્ટાચાર વકર્યો, RTI ની માહિતી માટે લાંચ લેવાનો પ્રથમ કિસ્સો

માસૂમ બાળકીને પંખે લટકાવતી હોવાનો પણ આરોપ

એવો પણ આરોપ છે કે, ઘણીવાર તો સાવકી માતા માસૂમ બાળકીને પંખે પણ લટકાવી દેતી હતી. જો કે, આ મામલે જાણ થતાં પાડોશી મહિલાઓએ બાળકીને સાવકી માતાનાં ચુંગાલમાંથી છોડાવી હતી. આજુબાજુનાં લોકોને જાણ થતાં બાળ કલ્યાણ વિભાગને અને બાળ કલ્યાણ સમિતિને (Child Welfare Committee) જાણ કરી હતી. આથી ટીમ દ્વારા બાળકીનું રેસ્ક્યૂ કરીને કબજો લીધી છે. બાળકીને પૂછતાં બાળકીએ ચોંકાવનારી આપવીતી વર્ણવી હતી. આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો -Ahmedabad : આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Tags :
9-year-old girl was molested by StepmotherBhavnagarBreaking News In GujaratiChild Welfare CommitteeChild Welfare DepartmentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujarati
Next Article