Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sthanik Swaraj Election : 5 વાગ્યા સુધી સરેરાશ 55% વોટિંગ, લલિત વસોયા અને પ્રતાપ દુધાતનાં પ્રહાર!

ત્યારે આ વખતે ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. ગત ચૂંટણીમાં 65 ચકા સુધી મતદાન નોંધાયું હતું.
sthanik swaraj election   5 વાગ્યા સુધી સરેરાશ 55  વોટિંગ  લલિત વસોયા અને પ્રતાપ દુધાતનાં પ્રહાર
Advertisement
  1. રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા સુધી મતદાન નોધાયું (Sthanik Swaraj Election)
  2. રાજકોટમાં જિલ્લાની 5 ન.પા. ચૂંટણીમાં મતદાન પૂર્ણ
  3. ધોરાજી, ભાયાવદર નપા અમે જીતી રહ્યા છીએ : લલિત વસોયા
  4. અમરેલીમાં મતદારોની પેટર્ન પ્રમાણે કોંગ્રેસ જીતશે : પ્રતાપ દુધાત

Sthanik Swaraj Election : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. સાંજ સુધીમાં મતદાનનો આંકડો માંડ માંડ 55 ટકાને પાર પહોંચ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું છે. ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં (Rajkot) 5 ન.પા. ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. દરમિયાન, પૂર્વ MLA લલિત વસોયાએ મોટો દાવો કર્યો છે. અમરેલીમાં (Amreli) પણ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે મોટો દાવો કર્યો છે.

Advertisement

સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા સુધી મતદાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Sthanik Swaraj Election) માટે મતદાન અંતિમ તબક્કામાં છે. ત્યારે, વોટિંગને લઈ મોટા સમાચાર આવ્યા છે. સાંજે 5 વાગ્ય સુધીમાં સરેરાશ 55 ટકા સુધી મતદાન નોંધાયું છે. જૂનાગઢ (Junagadh) મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે આજે મતદાન થયું છે. જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં 65 ટકાની આસપાસ મતદાન થયું હતું. ત્યારે આ વખતે ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. ગત ચૂંટણીમાં 65 ચકા સુધી મતદાન નોંધાયું હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Sthanik Swaraj Election : સાણંદમાં BJP-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, ચોરવાડમાં સૌથી વધુ મતદાન!

ઓછું મતદાન અમારી તરફેણમાં રહેશે : લલિત વસોયા

રાજકોટની (Rajkot) વાત કરીએ તો માહિતી અનુસાર જિલ્લાની 5 ન.પા. ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. જો કે, તમામ બેઠકો પર મતદારોમાં નીરસતા જોવા મળી છે. દરમિયાન, જિલ્લા કોંગ્રેસ (Congress) પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મતદાનમાં નીરસતા જોવા મળી છે. જો કે, ઓછું મતદાન અમારી તરફેણમાં રહેશે. આ સાથે તેમણે (Lalit Vasoya) વિશ્વાસ દાખવતા કહ્યું કે, ધોરાજી, ભાયાવદર ન.પા. ચૂંટણી અમે જીતી રહ્યા છીએ, જ્યારે ઉપલેટા, જસદણ, જેતપુરમાં રસાકસી છે. ઉપલેટામાં ભાજપ (BJP) વિરૂદ્ધ નનામી લેટર મુદ્દે લલિત વસોયાએ કહ્યું હતું કે, ભાજપમાં જૂથવાદ ફાટી નીકળ્યો છે. માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં લેટરકાંડ જેવી ઘટનાઓ બને છે.

આ પણ વાંચો - Rajkot : જેતપુર ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ, પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન

ચૂંટણીમાં કોંગ્રેસ છે જ નહિં તેવો માહોલ ભાજપે ઊભો કર્યો : પ્રતાપ દુધાત

અમરેલીમાં (Amreli) નપા ચૂંટણી દરમિયાન કોંગી નેતા પ્રતાપ દુધાત (Pratap Dudhat) દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. કોંગ્રેસ નેતા અમરેલી, સાવરકુંડલા, ચલાલા બાદ રાજુલા ગામે પહોંચ્યા હતા. અહીં, પાલિકાનાં ચૂંટણી મતદાન કેન્દ્રોની તેમને મુલાકાત લીધી હતી. દરમિયાન, તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસ છે જ નહિં તેવો માહોલ ભાજપે ઊભો કર્યો હતો પણ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર વધુ કર્યો અને મતદારોની પેટર્ન પ્રમાણે કોંગ્રેસ જ જીતશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રતાપ દુધાતે કહ્યું કે, ભષ્ટ્રાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ વખતે પ્રજા મૂંગા ચકલા બોલાવશે તેવો વિશ્વાસ છે.

આ પણ વાંચો - Gujarat Local Body Election Voting 2025 : પાલિકા-પંચાયતનું 6 કલાકમાં સરેરાશ 32% મતદાન, જાણો કયા થયુ સૌથી વધુ વોટિંગ

Tags :
Advertisement

.

×