ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market Crash: શેરબજારમાં મોટું ગાબડું, સેન્સેક્સ 1190 પોઈન્ટથી વધુ તૂટ્યો

શેરબજારમાં મોટા  ઘટાડા સાથે બંધ સેન્સેક્સ 1190 પોઈન્ટથી વધુ તૂટ્યો નિફ્ટી 360 પોઈન્ટથી વધુ તૂટ્યો આ 10 મોટા શેરમાં મોટો કડાકો Stock Market Crash:સારી શરૂઆત બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો (Stock Market Crash)જોવા મળી રહ્યો છે. ગુરુવારે બપોર બાદ...
04:36 PM Nov 28, 2024 IST | Hiren Dave
શેરબજારમાં મોટા  ઘટાડા સાથે બંધ સેન્સેક્સ 1190 પોઈન્ટથી વધુ તૂટ્યો નિફ્ટી 360 પોઈન્ટથી વધુ તૂટ્યો આ 10 મોટા શેરમાં મોટો કડાકો Stock Market Crash:સારી શરૂઆત બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો (Stock Market Crash)જોવા મળી રહ્યો છે. ગુરુવારે બપોર બાદ...
Stock Market Crash

Stock Market Crash:સારી શરૂઆત બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો (Stock Market Crash)જોવા મળી રહ્યો છે. ગુરુવારે બપોર બાદ શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 1190 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 360 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. સેન્સેક્સ 79,043 અને નિફ્ટી 23,914.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેંકની વાત કરીએ તો તે 370 પોઈન્ટ ઘટીને 51930 પર ટ્રેડ કરી રહ્યો હતો.

 

નેસ્લે ઈન્ડિયાના શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોની વાત કરીએ તો SBI સિવાયના તમામ શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આઇટી સેક્ટરના શેર સૌથી વધુ ઘટ્યા છે. ઈન્ફોસીસના શેર 3.50 ટકા, અદાણી પોર્ટ 3 ટકા, બજાજ ફાઇનાન્સ 2.90 ટકા, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આજે શેરબજાર કેમ ઘટ્યું?

શેરબજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલી, સેન્સેક્સ પોઈન્ટ અને નિફ્ટી પોઈન્ટ્સ 24 હજારના સ્તરથી નીચે આવી ગયા હતા.

આ પણ  વાંચો -40,000 કરોડની સંપત્તિ ત્યાગી જાણીતા બિઝનેસમેનનો દીકરો બન્યો સંન્યાસી

સેન્સેક્સના આટલા શેર લાલ નિશાને

જો આપણે સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે લાલ નિશાન પર પહોંચી ગયા હતા. ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે લીલા નિશાન પર બંધ થયો હતો તે એસબીઆઈનો શેર હતો, જેમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ  વાંચો -Ola Electric શેરમાં તૂફાની તેજી સાથે લાગી અપર સર્કિટ

આ 10 શેર ખૂબ ક્રેશ થયા

શેરબજારમાં આજે ઘટાડાને કારણે ઘણા શેરોમાં ઘટાડો થયો છે, પરંતુ તેમાંથી 10 એવા શેર છે જેમાં ભારે વેચવાલી જોવા મળી છે. અંબર એન્ટરપ્રાઈઝનો શેર સૌથી વધુ 7.6 ટકા ઘટીને રૂ. 5982 થયો હતો. ટ્રિબ્યુન ટર્બાઇનનો શેર 5 ટકા ઘટીને રૂ. 795 પર છે. એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ 5.20 ટકા, ઈન્ફોસીસ 3.57 ટકા, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ 3.52 ટકા, મેક્સ ફિન સર્વિસીસ 4.20 ટકા, મેક્સ હેલ્થકેર 2.90 ટકા, એસ્કોર્ટ્સ 2.12 ટકા અને ટાટા ટેલી સર્વિસ 42 ટકા ઘટ્યા છે.

આ પણ  વાંચો -Adani શેરોમાં જબરજસ્ત ઉછાળો,આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી રાહત

રોકાણકારોને મોટું નુકસાન

બજારમાં ઘટાડા સાથે BSE માર્કેટ મૂડીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. BSE માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.07 લાખ કરોડ ઘટીને રૂ. 4,43,40,890 કરોડ થયું છે.

Tags :
Adani Enterprises shareAdani Ports Shareadani power shareAdani Total Gas ShareadanistocksBajaj Financehdfc bank shareNiftySensexStock MarketStock Market CrashStockmarketstockmarketcrash
Next Article