Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Stock Market Crash: સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના આ કારણે ધોવાયા નાણાં

શેરબજારમાં આજે એવો મોટો ભૂકંપ આવ્યો છે કે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. વૈશ્વિક ગરમાવો અને ક્રૂડ ઓઈલના ભડકેલા ભાવે ભારતીય બજારની કમર તોડી નાખી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં પડેલા ગાબડા પાછળ માત્ર એક જ કારણ નથી, પરંતુ કેટલાક આંતરરાષ્ટ્રીય પરિબળોએ ખેલ બગાડ્યો છે
stock market crash   સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટ્યો  રોકાણકારોના આ કારણે ધોવાયા નાણાં
Advertisement
  • Stock Market માં જોરદાર કડાકો: રોકાણકારોના ₹3 લાખ કરોડ ડૂબ્યા!
  • સેન્સેક્સ 852 અને નિફ્ટી 205 પોઈન્ટ તૂટીને બંધ
  • સતત બીજા દિવસે ભારતીય બજારમાં હાહાકારની સ્થિતિ
  • ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક તણાવની માઠી અસર
  • ઇન્ફોસિસ, HDFC બેંક અને ટ્રેન્ટના શેરમાં મોટું ગાબડું
  • એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અધધ ધોવાણ

ભારતીય શેરબજાર (Stock Market) માટે ગુરુવારનો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. સપ્તાહના ચોથા કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું હતું. દિવસભર ચાલેલી ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને લાલ નિશાનમાં બંધ રહ્યા હતા.

Stock Market_gujarat_first

Advertisement

Stock Market ની સ્થિતિ કેવી રહીં

BSE સેન્સેક્સ 852.49 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 77,664 ના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે, NSE નિફ્ટી પણ 205 પોઈન્ટ ગબડીને 24,173 ના લેવલ પર સ્થિર થઈ હતી. બજારમાં આ સતત બીજા દિવસે થયેલો મોટો ઘટાડો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

Stock Market માં રોકાણકારોને મોટું નુકસાન

બજારના આ 'ભૂકંપ'માં સૌથી વધુ અસર સામાન્ય રોકાણકારો પર પડી છે. માત્ર એક જ દિવસમાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ (Market Cap) આશરે ₹3.01 લાખ કરોડ ઘટી ગયું છે. એટલે કે, રોકાણકારોની લાખો કરોડની સંપત્તિ ગણતરીના કલાકોમાં ધોવાઈ ગઈ છે.

Stock Market_gujarat_first

ટોપ લૂઝર્સ શેર્સ

ઘટાડાની આ લહેરમાં ટાટાની ટ્રેન્ટ (Trent) 4.21% તૂટી હતી. આ ઉપરાંત M&M, ઇન્ફોસિસ (Infosys), HDFC બેંક અને ટેક મહિન્દ્રા જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ મોટું ગાબડું પડ્યું હતું. સ્મોલકેપમાં IIFL નો શેર 10% થી વધુ તૂટ્યો હતો.

ઘટાડાના મુખ્ય કારણો

બજાર તૂટવા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં થયેલો વધારો માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 103 ડોલરને પાર કરી ગયું છે. સાથે જ ગ્લોબલ માર્કેટ (Global Market) માંથી મળેલા નકારાત્મક સંકેતોએ પણ બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું છે.

આ પણ વાંચો: Palanpur ની ધણીયાણા દૂધમંડળીમાં ચેરમેન અને મંત્રી વચ્ચે મારામારી થતા મામલો બિચકયો

Tags :
Advertisement

.

×