ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market : તોફાની તેજી સાથે સેન્સેક્સમાં 555 પોઇન્ટની છલાંગ, 10 શેર ચમક્યા

Stock Market : HDFC Bank થી લઇને SBI સુધીના શેર દોડ્યા હતા. સાથે જ Tech Mahindra અને Infosys ના શેરમાં શરૂઆતમાં તેજી નોંધાઇ હતી.
10:03 AM Apr 21, 2025 IST | PARTH PANDYA
Stock Market : HDFC Bank થી લઇને SBI સુધીના શેર દોડ્યા હતા. સાથે જ Tech Mahindra અને Infosys ના શેરમાં શરૂઆતમાં તેજી નોંધાઇ હતી.

Stock Market : ભારતીય શેર બજારમાં તેજીનો સિલસિલો જારી છે. વિતેલા સપ્તાહમાં આગઝરતી તેજી બાદ સોમવારે બંને ઇન્ડેક્સ ગ્રીમ ઝોનમાં ખુલ્યા છે. બોમ્બે સ્ટોર એક્સચેન્જનું 30 શેર વાળું સેન્સેક્સ 500 અંકના ઉછાળા સાથે 78,903.09 ના લેવલ પર ખુલ્યું હતું. બીજી તરફ નિફ્ટી પણ તેજી સાથે 23,949.15 ના આંક સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબાર દરમિયાન બેંકીંગ અને આઇટીના સ્ટોકમાં શાનદાર તેજી જોવા મળી હતી. અને HDFC Bank થી લઇને SBI સુધીના શેર દોડ્યા હતા. સાથે જ Tech Mahindra અને Infosys ના શેરમાં પણ તેજી સાથે શરૂઆત નોંધાઇ હતી.

ગણતરીની મિનિટોમાં જ 79,000 ને પાર પહોંચ્યું

શેર માર્કેટ ખુલવાની સાથે સેન્સેક્સ પાછલા સપ્તાહે બંધ થવાની સરખામણીએ ઉછાળા સાથે 78,903.09 પર ખુલ્યું હતું. અને થોડીક જ મિનિટોમાં 555 અંકોની તેજી સાથે 79,152.86 ના લેવલ પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ પણ વિતેલા સપ્તાહે બંધ થતા સમયે જોવા મળેલા 23,851 પોઇન્ટની સરખામણીએ 23,949.15 પર ખુલ્યું હતું. અને સેન્સેક્સ જોડે કદમતાલ કરીને રફ્તાર પકડી હતી.

ગુરૂવારે શાનદાર તેજી પર રહ્યું હતું બજાર

વિતેલા સપ્તાહમાં ગુરૂવારે સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર તેજી સાથે બંધ થયા હતા. બીએસઇનું સેન્સેક્સ, 1509 અંક વધીને 78,553 પર અને એસએસઇનું નિફ્ટી ઇન્ડેક્સ 414 અંક ઉપર જઇને 23,851 પર બંધ રહ્યું હતું. તમને જણાવી દઇએ કે વિતેલા સપ્તાહના કામના ત્રણ દિવસોમાં બીએસઇ સેન્સેક્સમાં 3,395.94 આંક એટલે કે 4.51 ટકાની તેજી નોંધાઇ હતી. બીજી તરફ એસએસઇ નિફ્ટીમાં 1,023.10 એટલે કે 4.48 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ દસ શેર બરાબર ભાગ્યા

શેર બજારમાં શરૂઆતી કારોબાર દરમિયાન સૌથી વધુ તેજીથી આગળ ભાગતા શેરોમાં Tech Mahindra Share (3.54%), Infosys Share (2.80%), Axis Bank Share (2.54), HDFC Bank Share (2.20%), SBI Share (2.10%) IndusInd Bank Share (1.90%) ઉછાળો જોવા મળ્યો હતો., બીજી તરફ મીડ કેપમાં સામેલ કંપનીઓ Yes Bank Share (4.37%), Suzlon Share (3.29%), AU Bank Share (3.10%) અને Paytm Share (2.60%) તેજીના ટ્રેન્ડમાં જોડાયા હતા.

સ્મોલ કેપ પણ તેજીમાં પાછળ નહીં

આપણે સ્મોલ કેપ કંપનીની વાત કરીએ તો, તેમાં સામેલ Deccan Gold Mines Share 15.47% ની તેજી સાથે દોડ્યો હતો. આ સાથે Primo Chemicals Share એ 9 ટકાની છલાંગ લગાવી હતી. સાથે જ JustDial Share (7.20%), InoxWind Share (5.72%), Shilctech Share (5%) અને Senco Gold Share (5%) ઉછાળા સામે આગળ વધી રહ્યા હતા.

આ પણ વાંચો --- Stock Market : આજે આ 5 શેરોમાં આવી શકે છે ઉછાળો, ખાસ નજર રાખજો

Tags :
10greenGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHikeMarketnotedopenPriceSharestockwithzone
Next Article