ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Team india નાં વિજય રથને લાગી રોક! 12 વર્ષ પછી કારમી હાર!

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પાછળ છે.
05:25 PM Oct 26, 2024 IST | Hiren Dave
IND vs NZ: ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પાછળ છે.
New Zealand defeated Team India

IND vs NZ 2nd Test: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ (IND vs NZ 2nd Test)સીરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે ભારતીય ટીમ સિરીઝ પણ હારી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 2012માં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી. એટલે કે કુલ 12 વર્ષ બાદ ભારતીય ટીમને આવી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને છેલ્લી વખત એમએસ ધોનીની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં (india test reord)હારનો સામનો કરવો પડ્યો હતો.

કેવી રહી મેચ?

બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચની વાત કરીએ તો આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 113 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે (Tom Latham)ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 79.1 ઓવરમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને તે 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે કિવી ટીમને 103 રનની લીડ મળી હતી.

આ પણ  વાંચો -IND vs SA:દક્ષિણ આફ્રિકા સામે T20 માટે ભારતની ટીમની જાહેરાત

ટીમ ઈન્ડિયા રનનો પીછો કરવામાં નિષ્ફળ રહી

ટેસ્ટ મેચની ત્રીજી ઇનિંગમાં કિવી બેટ્સમેનો 103 રનની લીડ સાથે મેદાનમાં આવ્યા હતા અને 255 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. આ સાથે તેણે ભારતીય ટીમને જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો ટીમ ઈન્ડિયા પીછો કરી શકી ન હતી અને તે રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો અને ભારતીય ટીમને હરાવી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હાલત ઘણી ખરાબ જોવા મળી રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોએ આ શ્રેણીમાં ઘણી નિરાશ કરી છે.

આ પણ  વાંચો -IND vs NZ 2nd Test Day 2 : ટીમ ઈન્ડિયાનો ધબડકો, પ્રથમ ઇનિંગમાં બનાવ્યા માત્ર 156 રન

આ ખેલાડી વિજયનો હીરો હતો

ન્યુઝીલેન્ડની જીતમાં તેમના સ્પિન બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. ન્યૂઝીલેન્ડે સ્પિન બોલિંગના આધારે આ મેચ જીતી હતી. આ મેચમાં મિશેલ સેન્ટનરે 13 વિકેટ લીધી હતી. જેમાં તેણે પ્રથમ ઇનિંગમાં 53 રનમાં 7 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેણે 104 રનમાં 6 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માટે સ્પિનરોનો દબદબો રહ્યો, પરંતુ ભારતીય ટીમ બેટિંગમાં થોડી નબળી રહી. જેના કારણે તેને બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની ત્રીજી મેચ મુંબઈમાં રમાશે. જે 01 થી 05 નવેમ્બર દરમિયાન રમાશે.

Tags :
2nd Test Day 3Ajaz PatelAkash Deepdaryl mitchellDevon ConwayGlenn PhillipsIND vs NZIND vs NZ 2nd TestIND vs NZ 2nd Test Day 3 Highlightsind vs nz 2nd test playing 11IND vs NZ Live Scoreind vs nz test seriesIndia home Test series recordIndia most Win at HomeIndia Test record at home since 2000India Test series results at homeIndia vs New Zealandindia vs new zealand 2024india vs new zealand 2nd testindia vs new zealand 2nd test playing 11India vs New Zealand Bengaluru TestIndia vs New Zealand first Test updateIndia vs New Zealand liveindia vs new zealand playing 11India vs New Zealand TestIndia vs New Zealand Test in Puneindia vs new zealand test seriesindia vs newzealand 2nd testindia vs newzealand 2nd test match ticket pune 2024India winning streak endJasprit BumrahKuldeep YadavMatt Henrymitchell santner Vs india Pune testMohammad SirajR ASHWINRachin RavindraRavindra Jadejarishabh pantrohit sharmaSarfaraz KhanShubman GillTeam Indiateam india test reord at homeTIM SOUTHEETom BlundellTom LathamVirat KohliWashington Sundar vs new zealandWill O'RourkeWill YoungYashasvi Jaiswal
Next Article