Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: કથાકાર ચંદ્રગોવિંદ દાસે માગી માફી, બફાટ બાદ દલિત સમાજે ઉચ્ચારી હતી ચીમકી

કથાકાર ચંદ્રગોવિંદદાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આજે તેઓનો માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
surat  કથાકાર ચંદ્રગોવિંદ દાસે માગી માફી  બફાટ બાદ દલિત સમાજે ઉચ્ચારી હતી ચીમકી
Advertisement
  • કથાકાર ચંદ્રગોવિંદ દાસે બફાટ કર્યા બાદ માગી માફી
  • મે કોઈ સમાજ કે વ્યક્તિનું નામ નથી લીધુંઃ ચંદ્રગોવિંદ દાસ
  • કોઈ વ્યક્તિ પ્રત્યે મારો ખરાબ ભાવ નથીઃ ચંદ્રગોવિંદ દાસ

સુરતનાં જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સાથે જોડાયેલા કથાકાર ચંદ્રગોવિંદદાસને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોમાં બંધારણનાં ઘડવૈયાઓ તેમજ તેનું અમલ કરાવતા નેતાઓને લઈ ચંદ્ર ગોવિંદદાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ વીડિયો છ વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું હતું. અગાઉ બે વર્ષ પહેલા પણ ચંદ્રગોવિંદ દાસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કોઈ વ્યક્તિ પ્રત્યે મારો ખરાબ ભાવ નથીઃ ચંદ્રગોવિંદ દાસ

આ વીડિયો વાયરલ થયા બાદ ચંદ્રગોવિંદદાસ દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. માફી માંગતા તેમણે જણાવ્યું હતું કે, સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું તે દીકરીઓ પર થતા અત્યાચાર અને જે દીકરીઓને ન્યાય ન મળ્યો હોય તે માટે છે. મે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિનું નામ આ વીડિયોમાં નામ લીધુ નથી. 18 વર્ષ પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે. આ કલમ પાછળથી બંધારણમાં જેને ઉમેરી છે તે વ્યક્તિ પ્રત્યે મારો રોષ છે. આની પાછળ મારો કોઈ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ નથી. છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો હ્રદયથી સૌની ક્ષમા યાચના છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: કથાકાર ગોવિંદદાસનું વિવાદિત નિવેદન, દલિત સમાજમાં રોષની લાગણી

Advertisement

વિવાદને લઈ દલિત સમાજમાં રોષ

જો કે વિવાદાસ્પદ નિવેદનને લઈને દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર દ્વારા તાત્કાલિક આ પ્રકારનાં નિવેદન મામલે માફી માંગે તેવી માંગ કરી છે. તેમજ આ પ્રકારના કથાકારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમાં દલિત સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Tags :
Advertisement

.

×