Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagarમાં વિચિત્ર દુર્ઘટના : ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટથી વૃદ્ધના દાંત ખરી પડ્યા

Jamnagar : ગુજરાતના જામનગર શહેરમાં એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટ થવાથી ચાલકના દાંત ખરી પડ્યા હતા. આ ઘટના શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા કમલેશભાઈ આંગડીયા નામના વૃદ્ધ વ્યક્તિ સાથે બની છે. આવી અસામાન્ય ઘટનાએ શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોની સુરક્ષા અંગે ચર્ચાઓને વેગ આપ્યો છે અને લોકોમાં આશ્ચર્યની લાગણી પેદા કરી છે.
jamnagarમાં વિચિત્ર દુર્ઘટના   ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટથી વૃદ્ધના દાંત ખરી પડ્યા
Advertisement
  • Jamnagarમાં ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટ: વૃદ્ધના દાંત ખરી પડ્યા, વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • ચાલુ બાઈકમાં વિદ્યુત આંચકો: કમલેશ આંગડીયાના મોઢામાંથી લોહી અને દાંત પડ્યા
  • જામનગરના સત્યમ કોલોનીમાં અસામાન્ય અકસ્માત: ડેન્ટલ ડોક્ટરો આશ્ચર્યમાં મુકાયા
  • ઈલેક્ટ્રીક વાહનોની સુરક્ષા પર પ્રશ્ન: શોર્ટ સર્કિટથી વૃદ્ધને ગંભીર ઇજા
  • પહેલી વારનો કેસ: જામનગરમાં બાઈક શોર્ટથી દાંત તૂટ્યા, ડૉ. રીટા ઝાનું નિવેદન

Jamnagar : ગુજરાતના જામનગર શહેરમાં એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટ થવાથી ચાલકના દાંત ખરી પડ્યા હતા. આ ઘટના શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા કમલેશભાઈ આંગડીયા નામના વૃદ્ધ વ્યક્તિ સાથે બની છે. આવી અસામાન્ય ઘટનાએ શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોની સુરક્ષા અંગે ચર્ચાઓને વેગ આપ્યો છે અને લોકોમાં આશ્ચર્યની લાગણી પેદા કરી છે.

Jamnagar : દાંત ખરી પડવાની વિચિત્ર ઘટના

ઘટનાની વિગતો અનુસાર, કમલેશભાઈ આંગડીયા જીઆઈડીસી વિસ્તારમાં એપલ ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટ થયું. આ શોર્ટ સર્કિટના કારણે તેમના મોઢામાંથી દાંત ખરી પડ્યા અને તરત જ મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. આ અકસ્માતથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને તરત જ આસપાસના લોકોએ તેમને જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને ડેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિને સ્થિર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

Jamnagar  : ડોક્ટરે ઘટનાને અત્યંત અસામાન્ય ગણાવી

ડેન્ટલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન ડૉ. રીટા ઝાએ આ કિસ્સાને અત્યંત અસામાન્ય ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, કમલેશભાઈના બે દાંત તદ્દન ખરી પડ્યા હતા, જ્યારે એક દાંત તૂટી ગયો હતો. ડોક્ટરોએ કહ્યું કે, "આવો કેસ અમારા અનુભવમાં પહેલી વાર સામે આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે વાહનમાંથી વિદ્યુત પ્રવાહના આંચકાથી આવું થયું હોય તેવું અમે કહી શકીએ નહીં.  તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, તેઓ વાહન પરથી પડી જવાના કારણે મોઢાને ઇજા પહોંચી હોઈ શકે છે." , "આ ઘટના ઈલેક્ટ્રીક વાહનોની સુરક્ષા અને વપરાશકર્તાના સ્વાસ્થ્ય વચ્ચેના જોડાણને દર્શાવે છે. અમે દર્દીને સંપૂર્ણ સારવાર આપી રહ્યા છીએ અને તેઓ હાલમાં સ્ટેબલ છે.

ડેન્ટલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન ડૉ. રીટા ઝા

ડેન્ટલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન ડૉ. રીટા ઝા

ઈલેક્ટ્રીક બાઈક ચાલકોને થવું પડશે સાવધાન

આ ઘટનાએ જામનગર શહેરમાં ઈલેક્ટ્રીક બાઈક અને સ્કૂટર ધરાવતા વ્યક્તિઓમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકો હવે તેમના વાહનોની વિદ્યુત વ્યવસ્થાની તપાસ કરાવી રહ્યા છે, કારણ કે ઈલેક્ટ્રીક વાહનોની લોકપ્રિયતા વધી રહી છે પરંતુ તેમની સુરક્ષા અંગેના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે, શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓ બેટરીની ખામી અથવા વાયરિંગના કારણે થઈ શકે છે, જે વાહનના નિયમિત મેઇન્ટેનન્સથી અટકાવી શકાય છે. આ ઘટના ઈલેક્ટ્રીક વાહનોના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રત્યે જાગૃત કરવા માટે એક ઉદાહરણરૂપ બની શકે છે.

આવી ઘટનાઓથી બોધપાઠ લઈને વાહન માલિકોએ તેમના ઈલેક્ટ્રીક વાહનોની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને કોઈપણ અસામાન્ય લક્ષણો જોવા મળે તો તરત જ સર્વિસ સેન્ટરમાં જવું જોઈએ. આ અકસ્માતે શહેરમાં એક નવી ચર્ચાનો વિષય બનાવ્યો છે અને લોકોને વાહન સુરક્ષા પ્રત્યે વધુ સચેત બનાવ્યા છે.

આ પણ વાંચો- સ્વીટ્ઝલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધિત કરશે DyCM હર્ષભાઈ સંઘવી,

Tags :
Advertisement

.

×