ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dhrangadhra : દિવાળી પહેલાં ફટાકડાના ગેરકાયદેસર વેચાણ પર તંત્રની કડક કાર્યવાહી : દોઢ લાખનો મુદ્દામાલ સીઝ

Dhrangadhra માં ફટાકડાના ગેરકાયદેસર વેચાણ પર તંત્રનો પંજો : રૂ. 1.5 લાખનો સ્ટોક સીઝ, વેપારીઓમાં ફફડાટ!
04:51 PM Oct 03, 2025 IST | Mujahid Tunvar
Dhrangadhra માં ફટાકડાના ગેરકાયદેસર વેચાણ પર તંત્રનો પંજો : રૂ. 1.5 લાખનો સ્ટોક સીઝ, વેપારીઓમાં ફફડાટ!

ધ્રાંગધ્રા : દિવાળીના તહેવારોના ઉત્સાહમાં ગુજરાતભરમાં ફટાકડાની ખરીદી ચાલુ થઈ છે, પણ ધ્રાંગધ્રામાં ( Dhrangadhra ) આજે તંત્રે લાઈસન્સ વગર ગેરકાયદેસર ફડાકડાનું વેચાણ કરતાં એક વ્યાપારી પર રેડ પાડવામાં આવી છે. તંત્ર દ્વારા વેચાણ અને સંગ્રહ પર કડક કાર્યવાહી કરીને દિવાળી પહેલા જ ગેરકાયદેસર ફડાકડાનું વેચાણ કરતાં વેપારીઓને કડક આદેશ સંદેશ આપી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા અધિકારીની ટીમે પોલીસના કડક બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં રાજકમલ ચોકમાંથી લાયસન્સ વગર ફટાકડાનો મોટો સ્ટોક સીઝ કરી લેવાયો છે. આ કાર્યવાહીમાં રૂ. 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત થયો અને વેપારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ ઘટનાએ શહેરમાં ફફડાટ મચી ગયો છે.

દિવાળી પહેલાં ફટાકડાની માંગ વધી જાય છે, પણ ગેરકાયદેસર વેચાણથી અસુરક્ષા અને આગના અકસ્માતોનું જોખમ વધે છે. તંત્રે આ વખતે 'ઝીરો ટોલરન્સ' પોલિસી અપનાવી છે, જેમાં લાયસન્સ વગરના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી વિશે વાત એક અધિકારીએ જણાવ્યું કે, "અમારો ઉદ્દેશ તહેવારોને સુરક્ષિત બનાવવાનો છે. ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓ સુરક્ષાના ધારાધોરણો અને માપદંડોને નજર અંદાજ કરતાં હોવાથી તે અસુરક્ષિત બને છે અને તેનાથી જીવહાનિ થઈ શકે છે. આવી કાર્યવાહીઓ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે." મળી રહેલી માહિતી અનુસાર, "આ રેઇડમાં બે વેપારીઓને નોટિસ આપી છે, અને તપાસમાં વધુ મુદ્દામાલ મળવાની શક્યતા છે."

આ પણ વાંચો- Ahmedabad Food: બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો, મંગાવ્યું પનીર અને પીરસાયું ચિકન

આજની રેઇડ ખાસ કરીને ધ્રાંગધ્રાના વ્યસ્ત રાજકમલ ચોક પર કેન્દ્રિત હતી, જ્યાં એક વેપારી જેમનું નામ અત્યારે જાહેર કરવામાં આવ્યું નથી. લાયસન્સ વગર ગ્રાહકોને આકર્ષવા માટે વિશાળ જથ્થોમાં ફટાકડા સંગ્રહ કરી રાખ્યા હતા. તંત્રની ટીમે તપાસ દરમિયાન અનેક પ્રકારના ફટાકડા – જેમ કે આકાશમાં ઉડતા રોકેટ, ધમાકીયા અને પેટાર્ડ્સ મળ્યા, જેની કુલ કિંમત રૂ. 1.5 લાખ જેટલી છે. આ મુદ્દામાલને તાત્કાલિક સીઝ કરી લેવામાં આવ્યું છે. સ્થાનિક વેપારીઓ કહે છે કે, આવા ગેરકાયદેસર વેપારીઓથી કાયદેસર વેચાણવાળા પણ નુકસાન થાય છે, કારણ કે તેઓ નીચા ભાવે વેચે છે.

આ રેઇડ દરમિયાન તંત્રીય ટીમે શહેરના 5થી વધુ સ્થળોએ તપાસ કરી જેમાં કેટલાક વેપારીઓને ચેતવણી આપી અને તેમના લાયસન્સની તપાસ કરી હતી. એક સ્થાનિક વેપારીએ અનામી રીતે કહ્યું, "આ ચેકિંગથી બધા ગભરાઈ ગયા છીએ. કાયદેસર વેચાણ કરનારાઓને તો સમર્થન છે, પણ ગેરકાયદેસર વેપારીઓને તો તાળું લાગી જશે!" આ ઘટનાએ શહેરમાં ફફડાટ મચાવી દીધી છે.

આ પણ વાંચો- CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના એંધાણ : Diwali પહેલાં 12-15 નવા ચહેરા, 7-8 મંત્રીઓની ફેરબદલ સાથે રાજકીય ડ્રામા!

Tags :
#DhrangadhraRaid#FirecrackersSeizure#IllegalFireworks#RajkamalChowk#TalukaOfficerDhrangadhraDiwaliSafetyGujaratPoliceSurendranagarnews
Next Article