જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા, રિક્ટર સ્કેલ પર 6.7 તીવ્રતા માપવામાં આવી
- જાપાનના ક્યુશુ ટાપુ પર 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
- જાપાને સંભવિત સુનામીની ચેતવણી આપી હતી
- આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિ નથી
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ પછી, જાપાને સંભવિત સુનામીની ચેતવણી આપી હતી. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી.
6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ પછી, જાપાને સંભવિત સુનામીની ચેતવણી આપી હતી. જાપાન હવામાન એજન્સી અનુસાર, દક્ષિણપશ્ચિમ જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.7 છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની માહિતી નથી.
દેશની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:19 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણપશ્ચિમ ટાપુ ક્યુશુ હતું. આ ટાપુ તેમજ આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે.
આ પણ વાંચો: યમનમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટથી ભીષણ આગ, અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 67 ઘાયલ