Telangana માં ધરતી ધ્રૂજી, હૈદરાબાદમાં પણ અનુભવાયા જોરદાર ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર આવ્યા
- ભૂકંપના આંચકાથી ભારતીયોમાં ગભરાટ
- 3 રાજ્યોમાં 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ભૂકંપની કરી પુષ્ટિ
ભારતની ધરતી આજે ભૂકંપ (Earthquake)ના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. આજે 3 રાજ્યોમાં ભૂકંપ (Earthquake) આવ્યો. જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સવારે સાડા સાત વાગ્યે ભૂકંપ (Earthquake)ના આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ત્રણેય રાજ્યોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. તેલંગાણા (Telangana), હૈદરાબાદ અને છત્તીસગઢમાં ભૂકંપ આવ્યો હતો.
જો કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ દિવસની શરૂઆત કરનારા લોકોએ એવા જોરદાર આંચકા અનુભવ્યા કે તેઓ ઘરની બહાર નીકળી ગયા. લોકોએ તેમના ઘરના દરવાજા અને બારી ધ્રૂજતા જોયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ (Earthquake)ની પુષ્ટિ કરી છે અને દેશવાસીઓને સતર્ક રહેવાની સલાહ પણ આપી છે.
આ પણ વાંચો : IMD : Delhi NCR માં ઠંડી વધી, 2 રાજ્યોમાં ભારે હિમવર્ષા...
Telangana, હૈદરાબાદ અને છત્તીસગઢમાં ભૂકંપ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે સવારે લગભગ 7.30 વાગ્યે તેલંગાણા (Telangana)ના મુલુગ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. તેલંગાણા (Telangana)થી 11 કિમી દૂર હૈદરાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેલંગાણા (Telangana) ઉપરાંત છત્તીસગઢમાં પણ ભૂકંપ આવ્યો હતો. બંને રાજ્યોમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. છત્તીસગઢના બીજાપુરના ચારેય બ્લોકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર બસ્તર વિભાગના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
24 કલાકમાં 3 દેશોમાં ભૂકંપ...
તમને જણાવી દઈએ કે આજે 4 ડિસેમ્બરે સવારે ભારતમાં ભૂકંપ આવ્યો હતો. આ પહેલા છેલ્લા 24 કલાકમાં વિશ્વના વધુ 3 દેશોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. આજે સવારે જ ઉત્તર ફિલિપાઈન્સમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. અગાઉ આફ્રિકાના દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. અગાઉ ગુઆમ દેશમાં ભૂકંપ આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી. ભૂકંપની અસરથી ફિલિપાઈન્સમાં ઈમારતો અને મકાનોને નુકસાન થયું છે. બાકીના બે દેશોમાં ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
આ પણ વાંચો : સાંસદ Pappu Yadav ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો!