Ahmedabad : AMC જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો, યુવરાજસિંહે ઉચ્ચારી ચીમકી! કહ્યું- એક પણ વિદ્યાર્થી પર...
- અમદાવાદમાં AMC ની જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની Gujarat First સાથે ખાસ વાતચીત
- ગુજરાત યુનિવર્સિટી અને શાળામાં સંકલનનો અભાવ : યુવરાજસિંહ
અમદાવાદમાં (Ahmedabad) AMC ની જુનિયર ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો દ્વારા ભારે હોબાળો કરાયો હતો. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી છે. યુવરાજસિંહે કહ્યું કે, તમામ વિધાર્થીઓની એક જ માગ છે કે પેપર રદ્ કરવામાં આવે. યુવરાજસિંહે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, આ મામલે જો એક પણ વિદ્યાર્થી પર FIR થઈ તો ભોગવવા તૈયાર રહેજો. તમામ વિદ્યાર્થી ભેગા થઈ વિધાનસભાનો ઘેરાવો કરીશું.
આ પણ વાંચો - Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ
Ahmedabad Municipal ની Clerk ની Exam માં હોબાળો | Gujarat First
-Kuwais Primary School માં પરીક્ષાર્થીઓનો હંગામો
-Paper ની Series માં ખામી સર્જાતા કર્યો હોબાળો
-Question Paper Series અને Answer Book Series અલગ હોવાનો આરોપ
-હોબાળા વચ્ચે AMCના અધિકારીઓએ બોલવાનું ટાળ્યું… pic.twitter.com/l31GKYDJ8w— Gujarat First (@GujaratFirst) November 24, 2024
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી થયાનો ઉમેદવારોનો આક્ષેપ
અમદાવાદમાં (Ahmedabad) AMC દ્વારા જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા (AMC Junior Clerk Exam) પર આજે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ગેરરીતિ થયાનાં આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને જવાબવહી સિરિઝ નંબર પ્રમાણે અલગ-અલગ આપવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું કે, 12.30 વાગ્યાનું પેપર 1 વાગે આપવામાં આવ્યું હતું. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (Yuvraj Singh Jadeja) પણ સેન્ટર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓનો આવાજ બની મીડિયા સાથે વાત કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : હત્યાની વધુ એક ચકચારી ઘટના! નજીવી બાબતે આધેડની હત્યા, બે ઇજાગ્રસ્ત થયા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે Gujarat First સાથે કરી વાત
ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં યુવરાજસિંહે (Yuvraj Singh Jadeja) કહ્યું કે, આ ઘોર બેદરકારી સામે આવી છે. પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટી અને શાળામાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે. આ દેખાતા છબરડામાં ઝડપથી સુધારો લાવો જોઈએ. યુવરાજસિંહે આગળ કહ્યું કે, સંચાલકોએ કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી જે કહેશે તે કરશું. ગુજરાત યુનિવર્સિટીનાં (Gujarat University) પ્રતિનિધિએ સ્વીકાર્યું કે અમારી ભૂલ છે. ભૂલ હોય તો પેપર રદ કરવામાં આવે. તમામ વિધાર્થીની એક જ માગ છે કે પેપર રદ્ કરવામાં આવે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, એક પણ વિદ્યાર્થી પર FIR થઈ તો ભોગવવા તૈયાર રહેજો. તમામ વિદ્યાર્થી ભેગા થઈ વિધાનસભાનો ઘેરાવો કરીશું. વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ અમારી તૈયારી છે.
આ પણ વાંચો - Ahmedabad: શહેરમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, નકલી IAS બની છેતરપિંડી કરતો હતો મેહુલ શાહ