Ahmedabad: AMTSની બસમાં વિદ્યાર્થીઓ અને વિધવા બહેનોને મળશે રાહત
અમદાવાદ શહેરમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે તે માટે એએમટીએસ બસની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓ અને બાળકો વધુમાં વધુ AMTS બસનો ઉપયોગ કરે તે માટે રાહત દરે તેમજ કન્સેશન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
1 જૂનથી મુસાફરીના દરમાં રાહત મળશે
અમદાવાદ AMTS દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીઓને લાભદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. વિધવા બહેનો અને વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS માં વિધવા બહેનોને 50 ટકા રાહત મળશે. વિદ્યાર્થીઓને 85 ટકા રાહત મળશે. 1 જૂનથી મુસાફરીના દરમાં રાહત મળશે. 2025-26 ના AMTS ના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot : કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાનું નિવેદન, સરકારના પદાધિકારીઓ પર પ્રહારો કર્યા
વિદ્યાર્થીઓને ૮૫ ટકા મળશે રાહત : ધરમસિંહ દેસાઈ (ચેરમેન)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશનના AMTS શાખાના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, વિધવા બહેનો તેમજ અનાથ બાળકો છે. તેમજ ધો. 10 પછીના વિદ્યાર્થીઓ છે. એ લોકોને કન્શેશન આપવાનું કામ ચાલુ થશે. ધો. 10 પછીની વિદ્યાર્થીનીઓ માટે જે કન્સેશન કર્યું હતું. એ 85 ટકા આપવાનું છે. તેમજ અનાથ બાળકો અને વિધવા બહેનો એના કાર્ડ બનાવી એના પછી એનું કામ ચાલુ થશે. ટોટલ ત્રણ કામ બજેટમાં લેવામાં આવ્યા હતા. જેની અમલવારી 1 લી જૂનથી કરવામાં આવશે.