Surat:ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને કરી ઉજવણી
- ગુજરાત બોર્ડનું ધોરણ-12નું પરિણામ થયું જાહેર
- વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
- સુરતમાં રત્નકલાકારની દીકરીએ મેળવ્યો A ગ્રેડ
- શાળામાં ગરબા રમીને સફળતાથી કરી ઉજવણી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફ્રેબ્રુઆરી-2025 માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ (Science Stem), સામાન્ય પ્રવાહ અને ગુજકેટ (GUJCET Result) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 83.51 ટકા આવ્યું છે.
A1 ગ્રેડમાં સુરતનાં સૌથી વધુ 1672 વિદ્યાર્થીઓ
બોર્ડ દ્વારા ધો. 12 નું વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો. સુરત જિલ્લા (Surat District) નું પરિણામ 93.97 ટકા જાહેર થયું છે. A1 ગ્રેડમાં સુરતનાં સૌથી વધુ 1672 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે A2 ગ્રેડમાં પણ સુરતના 6669 વિદ્યાર્થી પાસ થયા છે.
સુરતમાં રત્ન કલાકાર ની દીકરીએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો
સુરતમાં રત્નકલાકારની દીકરી (Jeweler daughter Daughter) એ A ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. રત્નકલાકારની દીકરીને આગળ તેઓ શું કરવા માંગે છે તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ UPSC ની તૈયારીની ખેવના વ્યક્ત કરી હતી. સુરતમાં A ગ્રેડ પ્રાપ્ત કરનારા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સરથાણની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 500 થી વધુ વિદ્યાર્થીઓ A ગ્રેડમાં નોંધાયા છે. શાળા પરિસરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ ગરબા અને ડી.જે. ના તાલે ઝુમી ઉઠ્યા હતા.
આ પણ વાંચોઃ Amareli: પહલગામ આતંકી હુમલાને લઈ દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા, આંતકવાદી જ્યાં હશે ત્યાં સફાયો થશે
મારી દીકરી જાતે જ અથાગ પરિશ્રમ કર્યા બાદ સફળ થઈ
તેમજ વિદ્યાર્થીનીનાં પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી કોઈ પણ ટ્યુશન વગર આટલા સારા માર્કે પાસ થઈ છે. તેમજ ધો. 10 માં પણ 93 ટકા મારી દીકરીને આવ્યા હતા. તેમજ મારી દીકરી ખૂબ જ હોશિયાર છે. અમે તેના જીવનમાં જેટલું ઉપયોગી થવા માંગતા તેટલું કરી નથી શક્યા. તે જાતે જ અથાગ પરિશ્રમ કર્યા બાદ સફળ થઈ છે.
આ પણ વાંચોઃ Mahesana: શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
Surat Science result gujarat first