Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels : દુધસાગર ડેરીનાં ચેરમેન Ashokbhai Chaudhary અને ચેનલ હેડ Dr. VivekKumar Bhatt વચ્ચે ખાસ સંવાદ

ગુજરાત ફર્સ્ટનો મહારથ 'Studio On Wheels' તેની અનોખી યાત્રા પર છે. દરમિયાન, સ્ટુડિયો ઓન વ્હીલસની ટીમ મહેસાણા જિલ્લામાં આવેલી અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા દુધસાગર ડેરી પહોંચી હતી. અહીં, ડેરીનાં ચેરમેન અશોકભાઇ ચૌધરી અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ વચ્ચે ખાસ સંવાદ થયો હતો. દરમિયાન, અશોકભાઈ ચૌધરીએ ડેરીનાં વિકાસ, મેનેજમેન્ટ, કાર્યશૈલી અને ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી આપી.
studio on wheels   દુધસાગર ડેરીનાં ચેરમેન ashokbhai chaudhary અને ચેનલ હેડ dr  vivekkumar bhatt વચ્ચે ખાસ સંવાદ
Advertisement
  1. Studio On Wheels ની ટીમ પહોંચી દુધસાગર ડેરીમાં
  2. GCMMF ચેરમેન અશોકભાઇ ચૌધરી અને ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે વચ્ચે વિશેષ સંવાદ
  3. અશોકભાઇ ચૌધરીએ દુધસાગર ડેરીની સંઘર્ષથી સફળતાની કહાની વર્ણવી
  4. 'દૂધ સાગર ડેરી એક પ્રસિદ્ધ સહકારી ડેરી સંસ્થા છે'
  5. 'આધુનિક ટેક્નોલોજીથી સંચાલિત દૂધ સાગર ડેરી'
  6. દૂધ ડેરીમાં મહિલાનું યોગદાન પ્રશંસનીય છે : અશોકભાઇ ચૌધરી

Mehsana : ગુજરાત ફર્સ્ટનો મહારથ 'Studio On Wheels' તેની અનોખી યાત્રા પર છે. દરમિયાન, સ્ટુડિયો ઓન વ્હીલસની ટીમ મહેસાણા જિલ્લામાં આવેલી અને ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા દુધસાગર ડેરી (Dudhsagar Dairy) પહોંચી હતી. અહીં, ડેરીનાં (GCMMF) ચેરમેન અશોકભાઇ ચૌધરી (Ashokbhai Chaudhary) અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr.Vivek Kumar Bhatt) વચ્ચે ખાસ સંવાદ થયો હતો. દરમિયાન, અશોકભાઈ ચૌધરીએ ડેરીનાં વિકાસ, મેનેજમેન્ટ, કાર્યશૈલી અને ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી આપી. આ સાથે તેમણે એક કાર્યકર્તાથી અમુલ (Amul) ફેડરેશનનાં ચેરમેન સુધીની તેમની અદભુત યાત્રા અંગે પણ વાત કરી હતી.

આ ગુજરાતની સૌથી મોટી દુધ ઉત્પાદક સંસ્થાઓમાંની એક ડેરી : અશોકભાઇ ચૌધરી

Studio On Wheels ની યાત્રા દરમિયાન ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ સાથેના વિશેષ સંવાદમાં GCMMF નાં ચેરમેન અશોકભાઇ ચૌધરીએ દુધસાગર ડેરીની સંઘર્ષથી સફળતાની કહાની વર્ણવી હતી. તેમણે કહ્યું કે, દુધસાગર ડેરી (Dudhsagar Dairy) એક પ્રસિદ્ધ સહકારી ડેરી સંસ્થા છે. આ ગુજરાતની સૌથી મોટી દુધ ઉત્પાદક સંસ્થાઓમાંની એક ડેરી છે. તેમણે જણાવ્યું કે, અહીં, ચીઝ પ્લાન્ટ-વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સનાં પ્લાન્ટ શરૂ કરવાનું પણ આયોજન છે. અશોકભાઇ ચૌધરીએ માહિતી આપતા કહ્યું કે, ડેરીમાં દુધનું પ્રમાણ 50 લાખ લીટર સુધી પહોંચે તેવો અમારો સંકલ્પ છે.

Advertisement

'દુધસાગર ડેરીમાં મહિલાઓનો ફાળો અમૂલ્ય રહ્યો છે'

GCMMF નાં ચેરમેન અશોકભાઇ ચૌધરીના નેતૃત્વ હેઠળ ડેરીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વમાં ડેરી ઉદ્યોગને (Dairy Industry) નવી ઊંચાઈઓ મળી રહી છે. તેમણે પશુપાલકોના હિતમાં પણ મહત્ત્વના નિર્ણયો લીધા છે. અશોભાઈ ચૌધરીએ જણાવ્યું કે, દુધ ડેરી ઉદ્યોગમાં મહિલાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેરી વ્યવસાયથી મહિલાઓ આત્મનિર્ભર બને છે. દુધસાગર ડેરીમાં મહિલાઓનો ફાળો અમૂલ્ય રહ્યો છે. ડેરીની ટેક્નોલોજી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, દુધસાગર આધુનિક ટેક્નોલોજીથી સંચાલિત થનારી ડેરી છે. સ્માર્ટ ટેક્નોલોજી, શુદ્ધ દૂધ અને મજબૂત વિશ્વાસ અમારો અભિગમ છે. ટેક્નોલોજીની સાથે દરેક બુંદમાં ગુણવત્તા અમારી પ્રતિબદ્ધતા છે. આધુનિક સિસ્ટમ અને શ્રેષ્ઠ સેવાઓ દુધસાગર ડેરીની ઓળખ છે.

Advertisement

આ પણ વાંચો - Studio On Wheels: ભૂકંપમાં સ્વજનો ખોયા પણ સેવા ન છોડી,પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાની હૃદયદ્રાવક કહાની

' ટેક્નોલોજી આધારિત પ્રક્રિયા, ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં'

અશોભાઈ ચૌધરીએ કહ્યું કે, ટેક્નોલોજી આધારિત પ્રક્રિયા, ગુણવત્તામાં કોઈ સમજૂતી નહીં. અહીં, ડિજિટલ સિસ્ટમથી સંચાલન કરવામાં આવે છે. સ્માર્ટ ટેક્નોલોજી (Smart Technology), સ્મૂથ સપ્લાય થકી શુદ્ધ દૂધ લોકો સુધી પહોંચાડવું એજ અમારો ધ્યેય છે. ડેરીમાં ઉત્પાદનથી લઈ વિતરણ સુધીની પ્રક્રિયા સંપૂર્ણપણે ટેક્નોલોજીથી નિયંત્રિત છે. આધુનિક મશીનોનાં કારણે ડેરીનું પરિણામ પણ શ્રેષ્ઠ રહે છે. તેમણે કહ્યું કે, દૂધની ગુણવત્તા જાળવવામાં મહિલાઓનો મોટો ફાળો છે. દૂધ ડેરીમાં મહિલાનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આનાથી, ગામડાની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ મળે છે. ડેરી વ્યવસાયથી ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બને છે.

આ પણ વાંચો - Studio on Wheels: ઉદ્યોગપતિ-સમાજસેવક Babubhai Humbal સાથે Dr. Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×