Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

STUDIO ON WHEELS : આ આધ્યાત્મિક સ્થળ પર કોઈ VIP નથી, બધા એક સરખા : ઇન્દ્રભારતી બાપુ

studio on wheels   આ આધ્યાત્મિક સ્થળ પર કોઈ vip નથી  બધા એક સરખા   ઇન્દ્રભારતી બાપુ
Advertisement
  1. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં (STUDIO ON WHEELS)
  2. ગુજરાતી મીડિયાનાં ઇતિહાસમાં પ્રથમવાર મુલાકાત
  3. ઇન્દ્રભારતી બાપુના અકલ્પનીય આશ્રમથી EXCLUSIVE
  4. ઇન્દ્રભારતી બાપુ સાથે ડો. વિવેકકુમાર ભટ્ટનો ખાસ સંવાદ
  5. ઇન્દ્રભારતી બાપુનો આશ્રમ છે અદ્ભૂત અને અકલ્પનીય

Junagadh : ગુજરાત ફર્સ્ટનો (Gujarat first News) અનોખો અભિગમ 'STUDIO ON WHEELS' હાલ જુનાગઢનાં ભવનાથમાં છે. અહીં, ભગવાન શિવના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે, જે 15 ફેબ્રુઆરી સુધી યોજાશે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) દ્વારા આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મહોત્સવનાં બીજા દિવસે 'STUDIO ON WHEELS' ની ટીમ ઇન્દ્રભારતી બાપુના આશ્રમ પહોંચી છે. ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે ઇન્દ્રભારતી બાપુના (Indra Bharati Bapu) અદ્ભુત અને અકલ્પનીય શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમથી સીધો EXCLUSIVE સંવાદ જોવા મળશે. ઇન્દ્રભારતી બાપુ અને ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) વચ્ચે આ ખાસ સંવાદ થયો છે.... જુઓ LIVE

Advertisement

VIP કલ્ચરને દૂર કરવા અંગે આપી પ્રતિક્રિયા

February 12, 2026 8:58 pm

Advertisement

શિવરાત્રિ મેળા અંગે સરકારની વ્યવસ્થા અંગે અને VIP કલ્ચરને દૂર કરવા અંગે પ્રતિક્રિયા આપતા ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, આ આધ્યાત્મિક સ્થળ પર કોઈ VIP નથી હોતું. બધા એક સરખા હોય છે. સરકાર આ ખૂબ જ સારી નિર્ણય કર્યો છે.

ઇન્દ્રભારતી બાપુએ આશ્રમમાં સંગ્રહિત શસ્ત્રો અંગે જણાવ્યું

February 12, 2026 8:50 pm

ઇન્દ્રભારતી બાપુએ ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટને આશ્રમની મુલાકાત કરાવી અને આશ્રમમાં સંગ્રહ કરીને રાખેલા 100 વર્ષ જૂના શસ્ત્ર અને અન્ય અનમોલ વસ્તુઓ અંગે માહિતી આપી હતી.

ગુરૂદેવ પ્રેમભારતી બાપુ એકદમ તપસ્વી સાધુ હતા : ઇન્દ્રભારતી બાપુ

February 12, 2026 8:44 pm

ગુરૂદેવ પ્રેમભારતી બાપુ અંગે વાત કરતા ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, તેઓ એકદમ તપસ્વી સાધુ હતા. પ્રજાથી દૂર રહેતા. તેમને ભજન સિવાય કોઈ ના જોઈએ.

\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'કચ્છમાં જ્યારે ઝારાનું યુદ્ધ થયું હતું ત્યારે 1300 નાગા સાધુઓએ બલિદાન આપ્યું\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\'

February 12, 2026 8:38 pm

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અધિકૃત સંવત 1705 માં કચ્છમાં જ્યારે ઝારાનું યુદ્ધ થયું હતું ત્યારે 1300 નાગા સાધુઓએ બલિદાન આપ્યું હતું. આજે પણ કચ્છ સ્ટેટ છે જે આગળ બાવા શબ્દ લગાડે છે.

શસ્ત્ર અને શાસ્ત્રનું સમન્વય એટલે અખાડો : ઇન્દ્રભારતી બાપુ

February 12, 2026 8:22 pm

અખાડા અંગે વતા કરતા ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અખાડા એટલે શું લડવું. ધર્મ અને રાષ્ટ્ર માટે કેવી રીતે લડવું. શસ્ત્ર અને શાસ્ત્રનું સમન્વય એટલે અખાડો. આ અખાડાની અંદર અમને ધર્મની, રાષ્ટ્રની રક્ષા કેમ કરવી તે અંગે શીખવવામાં આવે છે.

સાધુ કોણે કહેવાય ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું

February 12, 2026 8:16 pm

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાધુ એટલે વાળ વધારીએ, ચાંદલા કરીએ, ભગવા પહેરીએ, ઘર મૂકીએ એનાથી સાધુ નથી થવાતું. સાધુ ત્યારે થવા છે જ્યારે તમારા અંદરની માયા, ઇચ્છાઓનો ત્યાગ કરો. ગુજરાતી ભાષા મુજબ સાધુ એટલે સરળ અને સીધો વ્યક્તિ. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, દેશની દરેક જ્ઞાતિ, સમાજ, ધર્મનાં લોકોમાં રાષ્ટ્રભાવ હોવો જોઈએ અને ધર્મ ભાવ હોવો જોઈએ.

રાષ્ટ્ર માટે સમર્પિત નેતાઓની તસવીરોની બે સમય આરતી થાય છે

February 12, 2026 8:02 pm

રાષ્ટ્ર માટે સમર્પિત નેતાઓની તસવીરો આશ્રમમાં મૂકવામાં આવી છે. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય જે પણ નેતા રાષ્ટ્ર માટે સમર્પિત હોય છે તેમની તસવીરો અહીં તેમને જોવા મળશે. બાપુએ જણાવ્યું કે, આવા રાજનેતાઓની અમે આશ્રમમાં બે ટાઈમ આરતી ઉતારીએ છીએ.

લોકો સ્વતંત્રતા સેનાનીઓનાં ત્યાગ અને બલિદાન અંગે જાણી શકે તે હેતું

February 12, 2026 7:59 pm

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, આપણા 552 જે રજવાડાઓ હતા, અનેક બીજા સ્વતંત્રતા સેનાનીઓ હતા તેમના ત્યાગ અને બલિદાન અંગે હાલ લોકો ઓછું જાણે છે. આજનાં સમયમાં જ્યારે આપણે બાળકોને પૂછીએ કે આ સ્વતંત્રતા સેનાનીઓ, રાષ્ટ્ર માટે શું કર્યું છે ? ધર્મ માટે આ યોદ્ધાઓએ શું કર્યું છે ? તો મોટાભાગનાં બાળકોને ખબર નથી હોતી. આ બાળકો જાણી શકે, લોકો જાણી શકે તે માટે અમારા ગુરુજનો અને વડીલોની પ્રેરણાથી અમે અહીં આ યોદ્ધાઓ, સ્વતંત્રતા સેનાનીઓનાં મંદિર બનાવ્યા છે અને તસવીરો મૂકી છે.

અમારા ગુરુ મહારાજ, વડીલો કહેતા રાષ્ટ્ર પ્રથમ પછી ધર્મ : ઇન્દ્રભારતી બાપુ

February 12, 2026 7:53 pm

આશ્રમ અંગે વાત કરતા ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અમારા ગુરુ મહારાજ અને વડીલોથી અમને પ્રેરણા મળી. તેઓ કહેતા રાષ્ટ્ર પ્રથમ પછી ધર્મ, રાષ્ટ્ર હશે તો એની અંદર ધર્મ હશે. રાષ્ટ્રમાં ધર્મ છે ધર્મમાં રાષ્ટ્ર નથી. રાષ્ટ્ર અને ધર્મ એક સિસ્કાનાં બે પહેલું છે.

સનાતન ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બન્નેનું સમન્વય છે આ આશ્રમ

February 12, 2026 7:34 pm

ઇન્દ્રભારતી બાપુના આશ્રમની વાત કરીએ તો સનાતન ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બન્નેનું સમન્વય છે આ આશ્રમ… હિંદુ ધર્મનાં તહેવારની સાથે-સાથે દેશના પર્વની પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. અહીં, ભગવાન, પૂજ્ય સાધુ-સંતોની સાથે-સાથે રાષ્ટ્ર માટે બલિદાન આપનાર મહાન યોદ્ધાઓ, સ્વતંત્રતા સેનાનીઓનાં પણ મંદિર છે.

This Live Blog has Ended
Advertisement

.

×