ચંદ્રયાન-3નું સફળ પ્રક્ષેપણ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય : PM MODI
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) ના સફળ પ્રક્ષેપણ પર દેશના વૈજ્ઞાનિકોને સલામ કરતા કહ્યું કે ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી છે. વૈજ્ઞાનિકોની ભાવના અને પ્રતિભાને સલામ...
05:07 PM Jul 14, 2023 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) ના સફળ પ્રક્ષેપણ પર દેશના વૈજ્ઞાનિકોને સલામ કરતા કહ્યું કે ચંદ્રયાન-3 એ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી છે.
વૈજ્ઞાનિકોની ભાવના અને પ્રતિભાને સલામ
પીએમ મોદીએ ઈસરોની સફળતા પર ટ્વfટ કર્યું અને કહ્યું- 'ચંદ્રયાન-3 એ અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વકાંક્ષાઓની ઉડાન છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણની સાક્ષી છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રનું ઉતરાણ
જણાવી દઈએ કે ઈસરોએ ચંદ્ર પર તેનું ત્રીજું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ પછી 24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને પછી ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.
Next Article