Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gondalમાં ‘સન્ડે ઓન સાયકલ’ની ધૂમ : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાયકલિંગ કરી ફિટનેસનો આપ્યો સંદેશ

Gondal : દેશભરમાં ચાલી રહેલા 'ફિટ ઈન્ડિયા' અને 'ફાઈટ ઓબેસિટી' (મેદસ્વીતા સામે જંગ) અભિયાનને વેગ આપવા માટે ગોંડલ શહેરમાં ભવ્ય 'સન્ડે ઓન સાયકલ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીમાં હજારો ગોંડલવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
gondalમાં ‘સન્ડે ઓન સાયકલ’ની ધૂમ   કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાયકલિંગ કરી ફિટનેસનો આપ્યો સંદેશ
Advertisement
  • Gondalમાં ‘સન્ડે ઓન સાયકલ’ની ધૂમ : મનસુખ માંડવીયાએ સાયકલિંગ કરી ફિટનેસનો સંદેશ આપ્યો
  • ફિટ ઈન્ડિયા અભિયાનને વેગ : ગોંડલમાં હજારોની સાયકલ રેલી, કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિ
  • અક્ષર મંદિરથી શરૂ થઈ રેલી : મ્યુઝિકલ યોગ અને સાયકલિંગથી ગોંડલમાં ફિટનેસનો ઉત્સવ
  • સાયકલિંગ એ સંતુલનનું પ્રતીક : મનસુખ માંડવીયાનો સંદેશ, ગોંડલમાં ભવ્ય રેલી
  • ગોંડલવાસીઓએ કરી સાયકલ સવારી : ફિટ રહેવા અને પ્રદૂષણ મુક્તિનો સંકલ્પ

Gondal : દેશભરમાં ચાલી રહેલા 'ફિટ ઈન્ડિયા' અને 'ફાઈટ ઓબેસિટી' (મેદસ્વીતા સામે જંગ) અભિયાનને વેગ આપવા માટે ગોંડલ શહેરમાં ભવ્ય 'સન્ડે ઓન સાયકલ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીમાં હજારો ગોંડલવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Gondal : અક્ષર મંદિરથી પ્રસ્થાન અને રૂટ

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે અક્ષર મંદિર ખાતે પૂજા-અર્ચના સાથે થઈ હતી. અક્ષર મંદિરના સંતો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

આ રેલી અક્ષર મંદિરથી શરૂ થઈ કોલેજ ચોક, માંડવી ચોક, જેલ ચોક, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને અક્ષર મંદિર ખાતે જ સંપન્ન થઈ હતી.

મ્યુઝિકલ યોગાનું વિશેષ આકર્ષણ

રેલી પૂર્વે સવારે 6 કલાકે અક્ષર મંદિરના પ્રાંગણમાં યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આનંદ યોગ સ્ટુડિયો'ના કોચ હેતલ પટેલ દ્વારા મ્યુઝિકલ ગરબાના તાલે ઉપસ્થિત સાયકલીસ્ટોને યોગ કરાવવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

કેન્દ્રીય મંત્રીનો સંદેશ : સાયકલિંગ એ સંતુલનનું પ્રતીક

પોતે સાયકલ ચલાવીને લોકોને પ્રોત્સાહિત કરતા ડો. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રીના ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આજે દેશભરમાં 17,000 થી વધુ સ્થળોએ લાખો યુવાનો સાયકલિંગ કરી રહ્યા છે. સાયકલિંગ માત્ર કસરત નથી, પણ પ્રદૂષણ મુક્તિનો માર્ગ છે અને જીવનમાં સંતુલન (Balance) રાખતા શીખવે છે."

ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ડેપ્યુટી કલેક્ટર રાહુલ ગમારા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ(બાવભાઈ) ટોળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, ઋષિરાજસિંહ જાડેજા, જેકીભાઈ પરમાર સહિત રાજકીય અને વહીવટી આગેવાનો તેમજ ગોંડલ સાયકલ ક્લબના સભ્યો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.

યોગ કોચ હેતલ પટેલે પણ પર્યાવરણની શુદ્ધિ અને માનસિક સ્વાસ્થ્ય માટે સાયકલિંગને અનિવાર્ય ગણાવ્યું હતું. ગોંડલની જનતાએ વહેલી સવારની ગુલાબી ઠંડીમાં સાયકલ સવારી કરી ‘ફિટ રહેવા’નો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો- Aamod તાલુકા પંચાયત વિવાદ : કારોબારી ચેરમેનના પતિના વાયરલ વીડિયો પર કોંગ્રેસના આરોપ, TDO પર બેદરકારીના આક્ષેપ

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.

×