Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Arvind kejriwal ને લઈને સુનીતા કેજરીવાલે આપ્યું કંઇક આવું નિવેદન, જાણો શું કહ્યું...

દિલ્હી CM અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ની CBI દ્વારા દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે, આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જ્યારે CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ આને લઈને નારાજ છે. તેમણે કેજરીવાલની ધરપકડને તાનાશાહી ગણાવી છે, જ્યારે...
arvind kejriwal ને લઈને સુનીતા કેજરીવાલે આપ્યું કંઇક આવું નિવેદન  જાણો શું કહ્યું

દિલ્હી CM અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ની CBI દ્વારા દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે, આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જ્યારે CM કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ આને લઈને નારાજ છે. તેમણે કેજરીવાલની ધરપકડને તાનાશાહી ગણાવી છે, જ્યારે AAP ના ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પણ આ બાબતે આગળ આવે છે. સુનીતા કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું, અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ને 20 જૂને જામીન મળી ગયા. ED એ તરત સ્ટે મેળવ્યો. બીજા જ દિવસે CBI એ તેને આરોપી બનાવ્યો અને આજે તેની ધરપકડ કરવામાં આવી.

Advertisement

કેજરીવાલે મનીષ સિસોદિયા પર લાગ્યાવ્યા હતા આરોપ...

દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ની ઔપચારિક રીતે ધરપકડ કર્યા બાદ CBI એ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. CBI એ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેજરીવાલે એક્સાઈઝ પોલિસી મામલે મનીષ સિસોદિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને એક્સાઈઝ પોલિસી મામલામાં કોઈ લેવાદેતા નથી. તેના સમગ્ર કામ સિસોદિયા જોઈ રહ્યા હતા. ખાનગીકરણનો પણ આખો વિચાર સિસોદિયાનો જ હતો. CBI એ કોર્ટને કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.

Advertisement

બુધવારે કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરાઈ...

નોંધનીય છે કે દિલ્હીની એક કોર્ટે બુધવારે CBI ને કથિત એક્સાઈઝ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ની ઔપચારિક રીતે ધરપકડ કરવાની મંજૂરી આપી હતી. સ્પેશિયલ જજ અમિતાભ રાવતના આદેશ બાદ CBI એ કેજરીવાલની ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલને તિહાર સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મામલાની તપાસ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચવામાં આવી...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી કથિત એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી હાઇકોર્ટના વચગાળાના સ્ટેને પડકારતી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે.

Advertisement

આ પણ વાંચો : Delhi Excise Case : કોર્ટમાં અરવિંદ કેજરીવાલનો મોટો ખુલાસો, CBI ના દાવાને ફગાવ્યો…

આ પણ વાંચો : Bihar : વરસાદમાં Reels બનાવી રહી હતી છોકરી, અચાનક આકાશમાંથી પડી વીજળી, Video Viral

આ પણ વાંચો : MP : યુવકોએ પોતાના ડૂબતા મિત્રને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુક્યો, આ રીતે બચાવ્યો જીવ

Tags :
Advertisement

.