Jamnagar: ગુલાબનગર ડમ્પયાર્ડમાં પુરવઠા વિભાગે દરોડો પાડી લાખોનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપ્યો
- જામનગરમાં ગુલાબનગર ડમ્પયાર્ડમાં પુરવઠા વિભાગના દરોડા
- 16 લાખથી વધુ ગેરકાયદે અનાજનો જથ્થો પકડી પાડ્યો
- ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો
ગરીબોના ભાગનો અનાજનો જથ્થો બારોબાર વેયાયએ પૂર્વે પુરવઠા વિભાગ ત્રાટક્યું હતું. જિલ્લા પુરવઠા વિભાગે 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. ગુલાબનગર ડમ્પયાર્ડ પાસેથી ચોખા, ઘઉ, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો.
કેટલો અનાજનો જથ્થો ઝડપાયો
છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે અનાજનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ દ્વારા દસ લાખની કિંમતનો 26 હજાર કિગ્રા ચોખા, પોણા ચાર લાખની કિંમતના 13,990 કિલોગ્રામ ઘઉ, 390 કિલોગ્રામની કિંમતની બાજરી અને 300કિલોગ્રામ ચણા કબજે કરાયા હતા. તેમજ સ્થળ પરથી 4 રીક્ષા, 1 મોટર સાઈકલ અને 5 વજનકાંટા સહીત 16,51,510 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે
જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી બારડે જણાવ્યું હતું કે, આ અનાજનો પુરવઠો ક્યાંથી લાવવામાં આવ્યો તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Rajkot: પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા