Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમનો ચૂકાદો...

Arvind Kejriwal : ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) ની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન...
કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમનો ચૂકાદો
Advertisement

Arvind Kejriwal : ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) ની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતા કહ્યું કે અમે આ મામલો મોટી બેંચને મોકલી દીધો છે. આ અંગે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, "જો PMLA હેઠળ મુખ્યમંત્રીની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે, તો તે સમગ્ર દેશમાં આ કાયદાના દુરુપયોગ માટે એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે અને ઘણા લોકો આ નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા . તેમણે કહ્યું કે અમને આશા છે કે આ નિર્ણય આપણા દેશના બંધારણને મજબૂત કરશે.

સુપ્રીમ કોર્ટે આ વાત કહી

ચૂકાદો આપતાં કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલે 90 દિવસ જેલમાં વિતાવ્યા છે. તેઓ ચૂંટાયેલા નેતા છે. તે તેમના પર નિર્ભર કરે છે કે તેઓ મુખ્યમંત્રીની ભૂમિકામાં ચાલુ રહેવા માંગે છે કે નહીં. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને ED ધરપકડ કેસમાં વચગાળાના જામીન મળી ગયા છે. જોકે, સીબીઆઈ સંબંધિત કેસની સુનાવણી હજુ બાકી છે. અરવિંદ કેજરીવાલ કેસની સુનાવણી ત્રણ જજોની બેન્ચ કરશે.

Advertisement

મની લોન્ડરિંગ કેસ પર આજે સુપ્રીમનો નિર્ણય

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે પોતાનો ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 12 જુલાઈની યાદી અનુસાર જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ ચુકાદો સંભળાવ્યો હતો. બેન્ચે 17 મેના રોજ કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો----- Live-in Relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો….

Tags :
Advertisement

.

×