સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરને દિવાળીની આપી મોટી ભેટ, ગ્રીન ફટાકડા વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ હટાવ્યો
- Green Crackers: સુપ્રીમ કોર્ટે Delhi-NCRના લોકોને આપી મોટી રાહત
- ગ્રીન ફટાકટા વેચાણ અને ફોડવાના પર પ્રતિબંધ હટાવ્યો
- રાજ્યનો 70 ટકા ભાગ ફટાકડા પરના પ્રતિબંધથી હતો પ્રભાવિત
સુપ્રીમ કોર્ટે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના લાખો લોકોને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ગ્રીન ફટાકડા (Supreme Court Green Crackers ) ના વેચાણ અને ફોડવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. Green Crackers: સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરને દિવાળીની આપી મોટી ભેટ
નોંધનીય છે કે મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈએ જણાવ્યું હતું કે કોર્ટે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા અને એમિકસ ક્યુરીના સૂચનો પર વિચાર કર્યો છે, જેમણે તહેવાર દરમિયાન ફટાકડા ઉત્પાદકો અને જનતાને આ રાહત આપવાની ભલામણ કરી હતી.CJI ગવઈએ ટિપ્પણી કરી હતી કે, ગ્રીન ફટાકડા સિવાય અન્ય ફટાકડાની દાણચોરી ચિંતાનો વિષય છે. આપણે સંતુલિત અભિગમ અપનાવવો જોઈએ." કોર્ટે નોંધ્યું હતું કે હરિયાણાના 14 જિલ્લાઓ એનસીઆરમાં આવરી લેવાય છે, એટલે કે રાજ્યનો 70 ટકા ભાગ ફટાકડા પરના પ્રતિબંધથી પ્રભાવિત હતો.
Green Crackers: ગ્રીન ફટાકટા વેચાણ અને ફોડવાના પર પ્રતિબંધ હટાવ્યો
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યા પછી એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માં કોઈ ખાસ ઘટાડો થયો નથી. સરકારે પણ કોર્ટને આ અંગે માહિતી આપી હતી. ફટાકડા ઉત્પાદકોએ પરાળી બાળવા અને વાહનોના પ્રદૂષણ તરફ ધ્યાન દોરતા માત્ર ફટાકડા ફોડનારાઓને જ નિશાન બનાવવાની વાતનો વિરોધ કર્યો હતો.કોર્ટે જણાવ્યું કે ફટાકડા પર પ્રતિબંધથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ પર કોઈ ખાસ અસર પડી નથી, તેથી ઉત્સવની ભાવના અને ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના હિતોને ધ્યાનમાં લેવા જોઈએ. NCT અને કેન્દ્ર સરકારોએ પણ ફટાકડા અંગે મુક્તિ આપવા કોર્ટને વિનંતી કરી હતી.
Green Crackers: વેચાણ સહિતના નિયમો (Green Crackers Rules)
કોર્ટે વેચાણ અને ફટાકડા ફોડવા માટે ચોક્કસ નિયમો અને સમય મર્યાદા નક્કી કરી છે:
વેચાણની મંજૂરી: ફક્ત નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકોને જ ફટાકડા વેચવાની મંજૂરી છે.
વેચાણની તારીખ: NEERI દ્વારા લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકોને 18 થી 20 ઓક્ટોબર સુધી મર્યાદિત સ્થળોએ ફટાકડા વેચવાની મંજૂરી છે.
નિરીક્ષણ: કોર્ટે પેટ્રોલિંગ ટીમોને વિસ્તારનું નિરીક્ષણ કરવા અને ફટાકડાના નમૂનાઓનું પરીક્ષણ કરવાના આદેશનો નિર્દેશ આપ્યો છે.
QR કોડ: ફક્ત QR કોડ વાળા ફટાકડા વેચવાનો નિર્દેશ અપાયો છે અને નકલી ફટાકડા વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ફટાકડા ફોડવાનો સમય: દિવાળીના આગલા દિવસે અને દિવાળીના દિવસે સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો:NDAમાં સીટ વિવાદ ચરમ પર! JDU એ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી