સુપ્રીમ કોર્ટે સલમાન રશ્દીની પુસ્તક 'The Satanic Verses' પર પ્રતિબંધની અરજી ફગાવી
- સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ પુસ્તક The Satanic Verses પર પ્રતિબંધની મૂકવાની અરજી ફગાવી
- સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક 'ધ સેટનિક વર્સીસ' પર સુનાવણીનો કોર્ટે કર્યો ઇનકાર
- અરજીમાં દિલ્હી હાઈકોર્ટના ગયા વર્ષના નવેમ્બર મહિનાના આદેશને પડકારવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટે લેખક સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક 'ધ સેટનિક વર્સીસ' (The Satanic Verses) પર ફરીથી પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠ સમક્ષ આ અરજી સુનાવણી માટે આવી હતી, પરંતુ કોર્ટે તેને ખારીજ કરી દીધી હતી.એડવોકેટ ચાંદ કુરેશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પુસ્તકની ઉપલબ્ધતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
SCએ પુસ્તક The Satanic Verses પર પ્રતિબંધની મૂકવાની અરજી કરી ખારિજ
આ અરજીમાં દિલ્હી હાઈકોર્ટના ગયા વર્ષના નવેમ્બર મહિનાના આદેશને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 'ધ સેટનિક વર્સીસ'ના આયાત પર 1988માં રાજીવ ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પરની કાર્યવાહી બંધ કરી દીધી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધ સંબંધિત અધિસૂચના (Notification) રજૂ કરવામાં આવી નહોતી, તેથી કોર્ટે માની લીધું કે તે અધિસૂચના અસ્તિત્વમાં નથી.સુપ્રીમ કોર્ટની ખંડપીઠે અરજદારના વકીલને સ્પષ્ટ કહ્યું કે તેઓ મૂળભૂત રીતે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારી રહ્યા છે. એડવોકેટ ચંદ કુરેશી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના આદેશને કારણે આ વિવાદાસ્પદ પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે.
રાજીવ ગાંધી એ આ The Satanic Verses પુસ્તક પર લગાવ્યો હતો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે 1988માં કાયદો અને વ્યવસ્થાના કારણોસર બુકર પુરસ્કાર વિજેતા લેખક સલમાન રશ્દીના આ પુસ્તકના આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. વિશ્વભરના મુસ્લિમ સમુદાયે આ પુસ્તકને અપમાનજનક ગણાવ્યું હતું, જેના કારણે તે સમયે મોટા પાયે વિરોધ થયો હતો.સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાનો અર્થ એ છે કે 'ધ સેટનિક વર્સીસ'ના આયાત પરનો પ્રતિબંધ હટાવવાના મામલે હાઈકોર્ટનો આદેશ જ પ્રભાવી રહેશે, અને પુસ્તકની ઉપલબ્ધતા અંગેની અનિશ્ચિતતા યથાવત રહેશે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચની અરજી ફગાવી, 2 લાખનો ફટકાર્યો દંડ, હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમની મહોર