Delhi કોચિંગ દુર્ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન, કહ્યું કોચિંગ સેન્ટર બન્યા 'ડેથ ચેમ્બર'
- રાજીન્દર નગર કોચિંગ સેન્ટર મુદે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
- 'કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની રહ્યાં છે'
- કેન્દ્ર અને દિલ્હી સરકાર અને MCD ને કારણ બતાવો નોટિસ
રાજીન્દર નગર કોચિંગ સેન્ટર દિલ્હી (Delhi)ના UPSC વિદ્યાર્થીઓના મૃત્યુ પછી આજે સુપ્રીમ કોર્ટે કોચિંગ કેન્દ્રોની સલામતી અંગે જાતે જ સંજ્ઞાન લીધી છે. ત્યાર બાદ કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી (Delhi) સરકાર અને MCD ને કારણ બતાવો નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે કોચિંગ સંસ્થાઓમાં તાજેતરની ઘટનાઓ પર તેની ચિંતા વ્યક્તિ કરી હતી. તેણે કોચિંગ કેન્દ્રોમાં સુરક્ષાને લઈને સરકારને નોટિસ મોકલી હતી.
આ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા...
તાજેતરની ઘટના બાદ, સુપ્રીમ કોર્ટે આજે કોચિંગ સેન્ટરોમાં સલામતી ધોરણો સંબંધિત મુદ્દા પર સુઓમોટો સંજ્ઞાન લીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોચિંગ સેન્ટર બાળકોના જીવન સાથે રમત રમો રહ્યા છે. કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. આ પછી, કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી (Delhi)ના મુખ્ય સચિવ અને MCD ને નોટિસ જારી કરીને પૂછ્યું કે શું કોચિંગ સેન્ટરોમાં સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા છે? આ મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને કોર્ટની મદદ કરવા કહ્યું છે.
SC remarks these (coaching centres) have death chambers and play with the lives of aspirants coming from different parts of the country. SC remarks that the incident was an eye-opener.
— ANI (@ANI) August 5, 2024
આ પણ વાંચો : LG હશે દિલ્હીના અસલી બોસ! સુપ્રીમ કોર્ટે કહ્યું- 'LG ને સરકારની સલાહ માનવાની જરૂર નથી'
શું હતો સમગ્ર મામલો?
27 જુલાઈના રોજ દિલ્હી (Delhi)ના રાજીન્દર નગરમાં કોચિંગ ક્લાસમાં પાણી ભરાવાને કારણે UPSC ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જે બાદ MCD એ કાર્યવાહી કરી અને લગભગ 21 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરી દીધી. આ ઉપરાંત કોચિંગ સંચાલક સહિત 5 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી છે. આ પછી પણ વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થયો નથી, તેઓ પોતાની કેટલીક માંગણીઓ માટે સતત ઉપવાસ પર બેઠા છે. તે જ સમયે, આજે સુપ્રીમ કોર્ટે પોતાની હાજરી નોંધાવી છે.
આ પણ વાંચો : Ayodhya Rape Case : અખિલેશે CM યોગીને આ શું કહી દીધું?, ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ...