Surat : 6 કિલો ગાંજો બોરામાં ભરી રિક્ષામાં નીકળ્યા, પાંડેસરા દક્ષેશ્વર મંદિર પહોંચ્યા અને..!
- Surat LCB ઝોન-4 ની ટીમની મોટી કાર્યવાહી
- રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ચાલક સહિત 3 ની ધરપકડ
- 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો, રિક્ષા, મોબાઇલ સહિત 1.80 લાખનો મુદ્દામાલ કબજે
સુરતમાં "નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન" અંતર્ગત સુરત એલસીબી ઝોન-4 ની ટીમ દ્વારા પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ રૂ. 1.80 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : ડિમોલિશનની કામગીરી વચ્ચે ઓઢવમાં સ્થાનિકોને મળ્યા શંકરસિંહ વાઘેલા, તંત્ર પર સાધ્યું નિશાન!
રિક્ષામાં 6 કિલોથી વધુનો ગાંજો લઈને નીકળ્યા હતા
સુરતમાં ડ્રગ્સની બદીને ડામવા પોલીસ અથાગ પ્રયાસ કરી રહી છે. ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે સુરત LCB ઝોન-4 ની ટીમ દ્વારા રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ પાસેથી 6 કિલોથી વધુનો ગાંજો, મોબાઈલ, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પાંડેસરા પોલીસનાં જણાવ્યા અનુસાર, બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈ એક રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે. જે આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષાચાલક સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. રિક્ષાની તપાસ કરતા પ્લાસ્ટિકનાં બોરામાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી મોહમ્મદ વહાબ અમન, રાકીબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Gandhinagar : 'દાદા' સરકારનો દંડો! રાજ્ય સરકારે વધુ 3 અધિકારીને કર્યા ઘરભેગા
આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી મહંમદ વહાબ અમન ભાડે રિક્ષા લઈ ચલાવે છે. જ્યારે આરોપી રાકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે. આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી ઝોન- 4 દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.
અહેવાલ : અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - Ahmedabad : જાતીય સતામણીનાં આરોપ બાદ પ્રોફેસર વિરુદ્ધ GTU ની કડક કાર્યવાહી!