Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 2 કરોડથી વધુની કિંમતનાં MD ડ્રગ્સ મામલે મોટો ઘટસ્ફોટ! DCP એ આપી આ માહિતી

Surat નાં વેલંજા ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ 3 ની ધરપકડ કરાઈ: DCP અવસર ફેક્ટરીમાં વિશાલ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત : DCP સુરતનાં (Surat) વેલંજા ગામ ખાતેથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપાયા મામલે આજે સુરત...
surat   2 કરોડથી વધુની કિંમતનાં md ડ્રગ્સ મામલે મોટો ઘટસ્ફોટ  dcp એ આપી આ માહિતી
Advertisement
  1. Surat નાં વેલંજા ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો
  2. ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ 3 ની ધરપકડ કરાઈ: DCP
  3. અવસર ફેક્ટરીમાં વિશાલ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત : DCP

સુરતનાં (Surat) વેલંજા ગામ ખાતેથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપાયા મામલે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચનાં DCP ભાવેશ રોજીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ અવસર ફેક્ટરીમાં આરોપી વિશાલ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી. ડ્રગ્સની કિંમત 2 કરોડથી વધુ હોવાનાં અનુમાન છે.

આ પણ વાંચો - Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Advertisement

Advertisement

ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ ત્રણની ધરપકડ : DCP

સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચનાં DCP ભાવેશ રોજીયાએ (DCP Bhavesh Rojiya) જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમબ્રાંચની ટીમને મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવી સ્કોડા ફોરવ્હીલને રોકી તપાસ કરી હતી અને ડ્રાઇવર સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા. આરોપીઓએ અવસર ફેક્ટરીમાંથી વિશાલ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરી હતી. ડીસીપીએ જણાવ્યું કે, ફેક્ટરીમાંથી જપ્ત કરેલો કેમિકલ FSL માં મોકલાવ્યો છે. આરોપી વિરાટ પટેલે MD ડ્રગ્સ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓની ઓખળ મોન્ટુ પટેલ, વિપુલ પટેલ અને વિરાટ પટેલ તરીકે થઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : 'Digital Arrest' રેકેટમાં વધુ એક ગેંગનો પર્દાફાશ! વૃદ્ધા પાસેથી રૂ.1.26 કરોડ પડાવ્યાં!

અગાઉ બે કિલો માલ વેચી માર્યો હતો : DCP

DCP ભાવેશ રોજીયાએ આગળ જણાવ્યું કે, વિરાટ પટેલે એમકોમનો અભ્યાસ કર્યો છે. અન્ય ઝડપાયેલ આરોપી અને સુરતનો પલક પટેલ એ વિરાટનો માસીનો દીકરો છે. પલક પટેલ અગાઉ ડાયમંડમાં બ્રોકર તરીકે કામ કરતો હતો. હાલમાં તે ડ્રગ્સના ધંધામાં સક્રિય હતો અને એકથી દોઢ લાખ રૂપિયા પોતાનું કમિશન કાઢતો હતો. આરોપી પલક પટેલનો કબ્જો હાલ ઓલપાડ પોલીસને (Oplad police) સોંપવામાં આવ્યો છે. આરોપી પલક પટેલ MD ડ્રગ્સને સુરતમાં આપતો હતો, જ્યાંથી જથ્થો મુંબઈમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. આરોપીઓએ અગાઉ બે કિલો માલ વેચી માર્યો હતો. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - નાની જાહેરાત કરી અને બૂમરાંગ એવી મચાવી કે ખેડૂતોને માલામાલ કર્યા : Shaktisinh Gohil

Tags :
Advertisement

.

×