Surat : ઘર બહાર રમતી માસૂમ બાળકીઓ સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા, થયા આવા હાલ!
- Surat માં માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલાંની ઘટના
- સો. મીડિયા પર વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ
- પોલીસે ગણતરીનાં કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો
સુરતમાંથી (Surat) દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો ઉનપાટિયા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાય છે કે એક નરાધમ ધોળા દિવસે ઘર બહાર રમતી બે બાળકીઓ જોડે શારીરિક અડપલા કરે છે. સોશિયલ મીડિયામાં વાઇરલ આ વીડિયોનાં આધારે ભેસ્તાન પોલીસે (Bhestan Police) ગણતરીના કલાકોમાં નરાધમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : મોબાઇલની કુટેવે વધુ એક દીકરીનો ભોગ લીધો! ધો. 8 ની વિદ્યાર્થિનીનો આપઘાત
ઘર નજીક રમતી બે બાળકીઓ સાથે નરાધમે શારીરિક અડપલાં કર્યા
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતનાં (Surat) ઉનપાટિયા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં સોસાયટીમાં ઘર નજીક રમતી બે બાળકીઓ સાથે જાહેરમાં એક નરાધમ શારીરિક અડપલાં કરતા નજરે પડે છે. ધોળા દિવસે કોઈ પણ ડર વિના આરોપી યુવક માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી ચાલ્યો જાય છે. આ ઘટનાનો વીડિયો જોઈ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીને કડક સજા કરવાની માગ કરી હતી. સાથે સુરતમાં દીકરી, મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ પણ ઊઠાવ્યા હતા.
આ પણ વાંચો - Bhavnagar : ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, હવે નોંધાયો ગુનો!
પોલીસે તત્કાલિક આરોપીની શોધખોળ બાદ ધરપકડ કરી
આ વાઇરલ વીડિયોનાં (Viral Video) આધારે ભેસ્તાન પોલીસે કાર્યવાહી કરી ગણતરીનાં કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ અનુસાર, આરોપીની ઓળખ 26 વર્ષીય મોહમ્મદ નાઝિર મોહમ્મદ સગીર અન્સારી તરીકે થઈ છે. આરોપી સંચા ખાતાનો કારીગર છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુન્હાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે બાળકીની છેડતી સાથે POSCO એક્ટ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Banaskantha Division : દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!