Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : એવો ભેજાબાજ જેને વિવિધ APPs થી કરી રૂ.1.89 કરોડની છેતરપિંડી! પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

સુરતમાંથી (Surat) છેતરપિંડીનાં ગુનાનો આરોપી ઝડપાયો 1.89 કરોડની છેતરપિંડી આચરનાર ગુરુપ્રસાદ કોવીની ધરપકડ રિમાન્ડમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા વિવિધ રાજ્યોની યુવતીઓને Blackmail કરી રૂપિયા પડાવ્યા સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા ટાઈગર ક્રાઇમ દ્વારા રૂ.1.89 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવા...
surat   એવો ભેજાબાજ જેને વિવિધ apps થી કરી રૂ 1 89 કરોડની છેતરપિંડી  પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
  1. સુરતમાંથી (Surat) છેતરપિંડીનાં ગુનાનો આરોપી ઝડપાયો
  2. 1.89 કરોડની છેતરપિંડી આચરનાર ગુરુપ્રસાદ કોવીની ધરપકડ
  3. રિમાન્ડમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
  4. વિવિધ રાજ્યોની યુવતીઓને Blackmail કરી રૂપિયા પડાવ્યા

સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા ટાઈગર ક્રાઇમ દ્વારા રૂ.1.89 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવા મામલે આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વધુ 9 થી વધુ યુવતીઓ સાથે મિત્રતા કરીને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Kutch : માતાજીનાં મઢેથી દર્શન કરી પરત ફરતા પરિવાર માટે ટ્રેલર બન્યું કાળ! એક સાથે 3 નાં મોત

આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા, પૂછપરછમાં અનેક ખુલાસા

સુરતમાં (Surat) રૂ. 1.89 કરોડની છેતરપિંડી મામલે પોલીસે આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. આરોપી ગુરુપ્રસાદની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે દેશની અલગ-અલગ યુવતીને નિશાન બનાવી હતી અને મિત્રતા કેળવી, અંગત ફોટા લઈ બ્લેકમેઇલ (Blackmailing) કરી રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ કહ્યું કે, તેને સોશિયલ મીડિયા થકી અલગ-અલગ મોબાઇલ એપ્લિકેશનથી (Mobile App.) યુવતીઓ સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ અંગત ફોટો લઈને બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માગ કરી હતી. આમ, આરોપીએ રૂ. 1.89 કરોડની છેતરપિંડી આચરી હતી.

Advertisement

આ પણ વાંચો - Pavagadh : નવરાત્રિમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

Advertisement

આરોપીનાં મોબાઇલમાંથી ફોટો અને ધમકી ભર્યા મેસેજ મળ્યા

આરોપીનાં મોબાઇલમાંથી ફોટો અને ધમકી ભર્યા મેસેજ મળી આવ્યા છે. સાથે જ અનેક એપ્લિકેશન પણ મળી આવી છે. આ એપ્લિકેશનથી આરોપી અલગ-અલગ લોકેશનનો ઉપયોગ કરતો હતો. આરોપીએ અલગ-અલગ નામથી 18 જેટલા મેઇલ આઇડી પણ બનાવ્યા હતા. આરોપીએ જે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો તેમાં suuz, tinder, bumble, fetlife, Figma, Proton vpn અને Fake gps સામેલ છે. આરોપી Fake gps એપથી અલગ-અલગ લોકેશનનો ઉપયોગ કરતો હતો. જ્યારે Proton vpn એપથી અલગ-અલગ દેશોમાં ઇન્ટરનેટ મારફતે whatsapp કોલ કરી વાત કરતો હતો. Figma એપમાંથી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર અને બેંક બેલેન્સના સ્ક્રીનશોટ મળ્યા હતા. આરોપીએ Jax Parker નામનું ફોરેન ફિટનેસ આઈડી પણ બનાવ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : વૈશ્વિક તણાવ વચ્ચે હીરા ઉદ્યોગમાં મંદી! બેરોજગાર અને આત્મહત્યા કરનારાઓનાં આંકડા ચોંકાવનારા!

Tags :
Advertisement

.