Surat : સાયકલ સવાર વિદ્યાર્થીને પૂરપાટ આવતા ડમ્પરચાલકે મારી જોરદાર ટક્કર, પોલીસે કરી અટકાયત
- Surat માં ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લેવાનો કેસ
- પાલ પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી
- કમલેશ નામનાં ડમ્પરચાલકની અટકાયત, વિદ્યાર્થી સારવાર હેઠળ
સુરતનાં (Surat) પાલ વિસ્તારમાં બેફામ આવતા ડમ્પરચાલકે સાયકલ સવાર એક વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ હચમચાવતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે તપાસ કરી પોલીસે (Surat Pal Police) ડમ્પરચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - Patan : તપાસમાં ચોંકાવનારો ખુલાસો! 16 સિનિયરોએ જુનિયરોને રૂમમાં બોલાવ્યા અને પછી..
Suratમાં બેફામ ડમ્પર ચાલકે લીધો વિદ્યાર્થીને અડેફેટે | Gujarat First
પૂરઝડપે આવેલા ડમ્પરે વિદ્યાર્થીને લીધો અડફેટે
વિદ્યાર્થીને કમર અને પગના ભાગે પહોંચી ઇજા
સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
સાયકલ પર જઇ રહેલા વિદ્યાર્થીને લીધો અડફેટે
વિદ્યાર્થીને હાલ સારવાર માટે ખસેડાયો
વિદ્યાર્થીના… pic.twitter.com/VDW1QMyiUW— Gujarat First (@GujaratFirst) November 17, 2024
સાયકલ સવાર વિદ્યાર્થીને ડમ્પરચાલકે અડફેટે લીધો
સુરતનાં (Surat) પાલ વિસ્તારમાં ગોઝારા અકસ્માતનાં રૂંવાડા ઊભા કરે એવા CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક સાયકલ સવાર વિદ્યાર્થી ચાર રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરચાલકે વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો. જો કે, સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનો જીવ બચ્યો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - VADODARA : રિફાઇનરીમાં ભીષણ આગ મામલે FSLએ ટેંકમાંથી નમુના મેળવ્યા
કમલેશ નામનાં ડમ્પરચાલકની અટકાયત કરાઈ
માહિતી અનુસાર, CCTV ફૂટેજનાં (CCTV camera) આધારે પોલીસે વિદ્યાર્થીને અડફેટે લેનારા ડમ્પરચાલકની અટકાયત કરી છે. ડમ્પરચાલકની ઓળખ કમલેશ તરીકે થઈ છે. પોલીસે ડમ્પરને કબજે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ઓળખ વેદાંત માકોડિયા તરીકે થઈ છે. વેદાંતનાં પિતા જિગ્નેશ માકોડિયાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી ડમ્પરચાલકની અટકાયત કરી છે.
આ પણ વાંચો - Maharashtra : CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મુંબઈમાં ચૂંટણી પ્રચાર, ગુજરાતી સમુદાય સાથે કરી 'ચાય પે ચર્ચા'